________________
,
છે
શિલ્પ રત્નાકર
[એકાદશ રત્ન સુવર્ણનું લિંગ અવિચલ લક્ષ્મી આપનારું, ચાંદીનું રાજ્ય આપનારું, તાંબાનું પ્રજાવૃદ્ધિ કરનારૂં, કલઈનું આયુષ્ય વધારનારું, કાંસાનું પ્રતિષ્ઠા આપનારું, પિત્તળનું સુખ અને મુક્તિ દેનારૂં, સીસાનું શત્રુને નાશ કરનારૂં, લેહાનું રિપને નાશ કરનારૂં, અષ્ટધાતુનું કુષ્ઠ રેગ અને ક્ષયનો નાશ કરનારું, ત્રિલેહનું મંત્ર, ધ્વનિ અને પ્રસિદ્ધિ દેનારૂં, હીરાનું આયુષ્ય વધારનારું, મોતીનું ભેગ આપનારું, પુષ્પરાગ મણિનું સુખ આપનારૂં, વૈડૂર્ય મણિનું શત્રુનો નાશ કરનારૂં, પદ્મરાગનું લક્ષ્મી આપનારૂં, ઈન્દ્રનીલ મણિનું યશ આપનારૂં, મણિમય પુષ્ટિ કરનારું અને સ્ફટિકનું લિંગ સર્વ કામનાઓને આપનારૂં જાણવું રર૦, ૨૨૧, ૨૨૨, ૨૩, ૨૨૪.
દ્વિધા રત્ન લિંગ. रत्नं लिङ्गं द्विधा ख्यातं खपीठं धातुपीठकम् ॥
धातुजं तु स्वयोनिस्थं सिद्धिमुक्तिप्रदायकम् ॥२२५॥ રત્નોનાં લિગોના બે પ્રકાર છે. એક સ્વપીડ અને બીજો ધાતુપીઠ. એટલે રત્નોના લિંગને રત્નની પીઠ અથવા ધાતુની પીઠ (જળાધારી) કરવી. ધાતુના લિંગને ધાતુની જળાધારી કરવી સિદ્ધિ અને મુક્તિ દાયક છે. ર૨૫.
લિંગભેદે પીઠિકા ભેદ. ताम्रजं पुष्परागस्य स्फटिकस्य तु राजतम् ॥
ताम्रजं मौक्तिकस्यापि शेषाणां हेमजं मतम् ॥२२६॥ પુષ્પરાગના લિંગને તાંબાની, સ્ફટિકના લિંગને ચાંદીની, મોતીના લિંગને તાંબાની તથા બાકીના શેષ લિગોને સેનાની જળાધારી કરવી શુભ છે. ૨૨૬.
* ચલ લિંગ. मुद्गादेकाङ्गुलं वापि यद्वा द्वयङ्गुलनिर्मितम् ॥
सपीठं भिन्नपीठं वा रत्नं लिङ्गं चलं मतम् ॥२२७॥
મગના દાણાથી આરંભી એક આંગળ અથવા બે આંગળ સુધીના માનનું રત્ન લિંગ પીઠ સહિત અથવા જુદી પડવાળું હોય તે તેને સર્વત્ર ચલાયમાન કરી શકાય તેવું માનેલું છે. ર૨.
રત્ન લિંગમાં માન વિકલ્પ समस्तमणिजातीनां दीप्तिः सान्निध्यकारणम् ॥ मानोन्मानप्रमाणादि रत्ने ग्राह्य न वा बुधैः ॥२२८।।