________________
પ્રથમ રત્ન ]
આયાદિ અંગે વિચાર. પુષ્ય, આદ્ર, શ્રવણ, ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, શતભિષા અને ધનિષ્ઠા, આ નવ નક્ષત્ર ઊર્વસુખનાં છે. એ પ્રાસાદનાં તોરણ, ખેતી, રાજાઓને પટ્ટાભિષેક, પ્રાસાદને દવજ ચઢાવવામાં અને બીજા દરેક પ્રકારનાં ઊર્ધ્વમુખ કાર્યો કરવામાં શુભ જાણવાં. ૮૨, ૮૩, ૮૪.
નક્ષત્ર તથા ચંદ્રની દિશા. कृत्तिकादि सप्त सप्त पूर्वाद्याश्च प्रदक्षिणाः॥
अष्टाविंशतियुक्तानां तत्र चंद्रमुनि हरेत् ॥ ८५ ॥ કૃત્તિકાદિ સાત સાત નક્ષત્ર અનુક્રમે પૂર્વાદિ દિશાઓનાં જાણવા અર્થાત્ કૃત્તિકથી સાત નક્ષત્ર પૂર્વ દિશાનાં, મઘાથી સાત નક્ષત્રો દક્ષિણ દિશાનાં, અનુરાધાથી સાત નક્ષત્રો પશ્ચિમ દિશામાં અને શતતારકાથી ભરણી સુધીનાં છ નક્ષત્રો ઉત્તર દિશાનાં જાણવાં. ક્ષેત્રનું ગણિત કરતાં ક્ષેત્રનું નક્ષત્ર જે દિશામાં આવતું હોય તે દિશામાં ચંદ્ર જાણ. ૮૫.
ચંદ્રની દિશાનું ફળ. अग्रतो हरते आयुः पृष्टतो हरते धनम् ॥ वामदक्षिणयोश्चंद्रो धनधान्यकरः स्मृतः ॥ ८६॥ प्रासादे राजहर्येषु चंद्रो दद्याद्धि चाग्रतः॥
अन्येषां च न दातव्यः श्रीमदादिगृहेषु च ॥ ८७॥ દરેક વર્ણનાં ઘરો બાંધવામાં, ચંદ્ર ઘરની સન્મુખ આવે તે ઘરધણીનું આયુષ્ય નષ્ટ કરે અને ઘરની પાછળ આવે તે ધનનો નાશ કરે તથા ઘરના જમણા અથવા ડાબા અંગે ચંદ્ર આવે તે ધનધાન્યની વૃદ્ધિ કરનાર છે અને તે ઘરમાં રહેનાર ઘરને માલીક સુખી થાય છે. પ્રાસાદ, દેવમંદિર તથા રાજાના મહેલમાં ચંદ્ર સન્મુખ આપવાથી શ્રેષ્ઠ ફળ આપે છે. માટે ચંદ્ર સન્મુખ આપે પરંતુ બીજા વર્ષે તથા શ્રીમંત લોકોના ઘરને વિષે કદાપિ ચંદ્ર અગ્રભાગે આપવો નહિ. ૮૬, ૮૭.
નક્ષત્ર જેવા વિષે. वैरं चोत्तरफाल्गुनीश्वियुगले स्वातिभरण्योर्द्वयोः ।
रोहिण्युत्तरषाढयोः श्रुतिपुनर्वस्वोर्विरोधस्तथा । चित्राहस्तकयोश्च पुष्यफणिनोज्येष्ठाविशाखद्वयोः ।
प्रासादे भवनासने च शयने नक्षत्रवैरं त्यजेत् ॥ ८८ ॥