________________
એકાદશ રત્ન) દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૪૨૯ લક્ષ્મીનારાયણની શાલિગ્રામ શિલામાં હું ( વિશ્વકર્મા), બ્રહ્માદિ દે, સર્વ ભૂત અને કેશવ; એ સર્વ દેવતાઓ સદા રહેલા છે. તેથી તેનું પ્રતિષ્ઠા કર્મ થતું નથી ૧૫૮.
આહુતિપુણ્ય. शालिग्रामशिलाग्रे तु यो जुहोति हुताशनम् ॥
एकाहुतिर्हता सम्यक् कल्पकोटिगुणोत्तरा ॥१५९॥ શાલિગ્રામ શિલાની મૂર્તિ આગળ જે અગ્નિમાં હેમ કરી એક પણ આહુતિ સારી રીતે આપે છે તેને તે કોટિકલ્પનું પુણ્ય આપનારી થાય છે. ૧૫૯.
ગરૂડ. ताक्ष्यों मरकतप्रेक्षः कौशिकाकारनासिकः ॥ चतुर्भुजस्तु कर्तव्यो वृत्तनेत्रमुग्वस्तथा १६०॥ गृध्रोरुजानुचरणः पक्षद्वयविभूषितः ॥ प्रभासंस्थानसौवर्णः कलापेन विराजितः ॥१६१॥ छत्रश्च पूर्णकुम्भश्च करयोस्तस्य कारयेत् ॥
करद्वयश्च कर्तव्यस्तथा विरचिताञ्जलिः ॥१६२॥ લીલા વર્ણને, ઘૂવડના જેવી નાસિકાવાળ, ચાર ભુજાવાળ, ગોળ નેત્ર તથા ગેળ મુખવાળો, ગીધના જેવા, સાથળ, જાનુ અને પગવાળે, બે પાંખેવાળે, સુવર્ણના જેવી કાંતિવાળે, મેરની કળા માફક ખુલ્લી પાખેવાળે, એક હાથમાં છત્ર અને બીજા હાથમાં કુંભ તથા બે હાથ અંજલિ અર્થાત્ નમસ્કાર મુદ્રાવાળા જેના છે એ ગરૂડ જાણ. ૧૬૦, ૧૬૧, ૧૬૨.
ગરૂડનું સ્વરૂપ. वामोऽग्रे कुञ्चितः पश्चादन्यपादस्तु जानुना ॥
पृथिवीसंश्रितः पत्रो गारुडं स्यातदासनम् ॥१६३॥ ડાબે પગ આગળના ભાગમાં વાળે અને જમણે પગ પાછળના ભાગમાં હીંચણથી વાળલે તથા પાંખે પૃથિવી ઉપર પડેલી કરવી. આ ગરૂડનું સ્વરૂપ જાણવું. ૧૬૩.