________________
શિલ્પ રત્નાકર
[ એકાદશ રત્ન
સુવાળી શાલિગ્રામ શિલા સિદ્ધિ કરનારી, કૃષ્ણ રંગની શિલા કીર્તિ આપનારી, શ્વેત ર'ગની પાપને ખાળનારી, પીળા વર્ણની પુત્ર આપનારી, નીલા રંગની લક્ષ્મી આપનારી અને લાલ રંગની સુખ આપનારી જાણવી. ૧૫૩.
વણું ભેદે શાલિગ્રામ સ્મૃતિભેદ,
कपिलो नारसिंहश्च वामनश्चात सीनिभः ॥ वासुदेवो सितो ज्ञेयो रक्तः संकर्षणो मतः ॥ १५४॥ दामोदरस्तु नीलाभश्चानिरुद्धस्तथैव च ॥ श्यामो नारायणः क्षेत्रवैष्णवः कृष्णवर्णकः ॥ बहुवर्णस्त्वनन्ताख्यः श्रीधरः पीत उच्यते ॥ १५५ ॥
કપિલ વર્ણવાળા શાલિગ્રામ નરસિંહ ભગવાન જાણવા. અળશીના પુષ્પ જેવા વણુંવાળા વામન, શ્વેત વણુ વાળા વાસુદેવ, રાતા વર્ણવાળા સંકણું, શ્યામ વર્ણવાળા દામેદર, અનિરૂદ્ધ અને નારાયણ, કૃષ્ણ વર્ણવાળા ક્ષેત્ર વૈષ્ણવ, બહુ વણુ વાળા અનત અને પીળા વર્ણવાળા શ્રીધર શાલિગ્રામ જાણવા. ૧૫૪, ૧૫૫.
સુખ લક્ષણ.
वृत्तसूत्रेऽष्टमो भाग उत्तमं वऋलक्षणम् ॥ मध्यमं तु चतुर्भागं कनिष्टञ्च विभागिकम् ॥१५६॥
શાલિગ્રામ શિક્ષાની ગોળાઇ ( પરિઘ ) ના માપથી આઠમા ભાગે મુખ્ય હોય તે તે ઉત્તમ, ચેાથા ભાગે મધ્યમ અને ત્રીજા ભાગે કનિષ્ઠ જાણવું. ૧૫૬
લક્ષ્મીનારાયણ શાલિગ્રામ.
लक्ष्मीनारायणो देवस्त्रिभित्रैर्व्यवस्थितः ॥ पूजनीयः प्रयत्नेन भुक्तिमुक्तिफलप्रदः ॥१५७॥
ત્રણ ચક્રો જેમાં છે એવી શાલિગ્રામની શિલા લક્ષ્મીનારાયણની જાણવી અને તે પ્રયત્નપૂર્વક પૂજવી; કારણ કે તે સુખ અને મુક્તિ આપનારી છે. ૧૫૭. પ્રતિષ્ઠા અવિધાન શાલિગ્રામ.
अहं ब्रह्मादयो देवाः सर्वभूतानि केशवः ॥ सदा सन्निहितास्तत्र प्रतिष्ठाकर्म नास्त्यतः ॥ १५८ ॥