________________
४२७
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર
यथा यथा शिला सूक्ष्मा तथा तथा महत्फलम् ॥
तस्मात्संपूजयेन्नित्यं धर्मकामार्थमुक्तये ॥१४८॥ શાલિગ્રામની શિલા જેમ જેમ સૂક્ષ્મ તેમ તેમ મહાફલદાતા છે. તેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષાર્થે સૂકમ માનની શિલા નિત્ય પૂજવી જોઈએ. ૧૪૮.
નિષિદ્ધ લક્ષણ શાલિગ્રામ શિલા. कपिला कर्बुरा भग्ना रूक्षा छिद्राकुला च या ॥ रेखाकुला स्थिरा स्थूला बहुचक्रेकचक्रिका ॥१४९।। बृहन्मुखी बृहच्चका बद्धचक्रा च या पुनः ॥ वृद्धचक्राऽथवा या स्याद्भिन्नचक्रा त्वधोमुखी ॥१५०॥ दग्धा सुरक्ता चाऽपूज्या भीषणा पंक्तिचक्रिका ।
पूजयेद्यः प्रमादेन दुःखमेव लभेत् सदा ॥१५१॥
જે શાલિગ્રામની શિલા કપિલ વર્ણવાળી, કાબર ચિતર વર્ણવાળી, ખડબચડી, ભાંગેલી, છિદ્રવાળી, રેખાવાળી, સ્થિર ન રહે એવી, જાડી, ઘણું ચક્રોવાળી, એકજ ચકવાળી, મોટા મુખવાળી, મોટાં મોટાં ચકોવાળી, બંધાયેલાં ચકવાળી, જાદાં જુદાં ચકવાળી, નીચે મુખવાળી, દગ્ધા (બળેલી), અત્યંત રાતી, ભયંકર આકારવાળી તથા હારબંધ ચકવાળી હોય તે પૂજવી નહિ અને પ્રમાદથી એવી શિલાની જે પૂજા કરે છે તેને કેવળ સદા દુબજ પ્રાપ્ત થાય છે. ૧૪૯, ૧૫૦, ૧૫૧.
खण्डिता स्फुटिता भिन्ना पार्श्वभिन्ना प्रभेदिता ॥ शालिग्रामसमुद्भता शिला दोषप्रदा नहि ॥१५२॥
ખંડિત થએલી, ફાટ પડેલી, ચીરાવાળી, બાજુએ ફાટ પડેલી અગર તૂટેલી શાલિગ્રામની શિલા હોય તે દેષકારક થતી નથી. ૧૫ર.
શિલાભેદે પુણ્ય. स्निग्धा सिद्धिकरा ज्ञेया कृष्णा कीर्तिप्रदायिका ॥ पाण्डुरा पापदहना पीता पुत्रप्रदायिका ॥ नीला दिशति लक्ष्मीञ्च रक्ता भोगप्रदायिनी ॥१५३॥