________________
૪૨૬
શિલ્પ રત્નાકર [ એકાદશ રન પદ્માસનમાં બેઠેલા, રાતા વર્ણના, અલંકારો અને કેશ જેમણે ત્યાગેલા છે એવા અને કાખમાં વસ્ત્ર જેમણે ધારણ કરેલું છે, ચાનાવસ્થામાં રહેલા, બે હાથવાળા અને એક હાથ જેમણે ઉચે કરે છે એવા બુદ્ધ ભગવાન જાણવા. ખગંધારી અને અશ્વારૂઢ કલ્કિ અવતાર જાણવા. આ પ્રમાણે દેને વરદાનરૂપે મળેલા હરિના આ દશ અવતાર જાણવા. ૧૪૩.
જલશાયી. सुप्तरूपं शेषतल्पे दक्षो दण्डभुजोऽस्य तु ॥ शिरोधरो वा वामस्तु सपुष्पश्च जलेशयः ॥१४४॥ तन्नाभिपङ्कजे धाता श्रीभूमिश्च शिरोंघ्रिगे ॥ निध्यस्त्रादिस्वरूपाणि पार्श्वयोर्मधुकैटभौ ॥१४॥
શેષનાગ ઉપર સૂતેલા, દક્ષિણ હાથમાં કમળદંડ ધારણ કરેલા, વામ હસ્ત જેમણે ઉશિક તરીકે રાખેલે છે, જેમની નાભિમાંથી કમળ પુષ્પ નીકળેલું છે અને તે નાભિ કમળમાં બ્રહ્મા બિરાજેલા છે, મસ્તક પાસે પૃથ્વી દેવી ઉભેલાં છે, લકમી જેમની ચરણસેવા કરી રહ્યાં છે, નિધિ અને આયુધ વિગેરે સ્વરૂપ સહિત તથા બન્ને પાર્શ્વ ભાગમાં મધુ અને કૈટભ નામના દૈત્યે ઉભા રહેલા છે એવા જલશાયી ભગવાન જાણવા. ૧૪૪. ૧૪૫.
શાલિગ્રામમૂર્તિ લક્ષણ. नागभोगसमाकारा शिला सूक्ष्मा च या भवेत् ।
पूजनीया प्रयत्नेन स्थिरा स्निग्धा सुवर्तुला ॥१४६॥ નાગની ફેણ જેવા આકારવાળી, ઝણ પિગરની, સ્થિર અને ગળાકાર તથા સુંવાળી શાલિગ્રામ શિલા પ્રયત્નથી પૂજવી. ૧૪૬.
શુભ લક્ષણ. तत्राप्यामलकीमाना सूक्ष्ममाना च या भवेत् ॥
तस्यामेव सदा कृषणः श्रिया सह वसत्यसौ ॥१४७॥ તેમાં પણ જે શિલા આમળાના જેવડા માની તેમજ તેથી પણ સૂક્ષમ માનની હોય તેમાં લક્ષ્મી સાથે કૃષ્ણ સદા નિવાસ કરે છે. ૧૪૭.