________________
૪૫
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
અક્ષમાલા, ચક્ર, દંડ અને કમલધારી તથા વાજિંત્રવાળા જયંત અને અક્ષમાલા, ચક, શંખ અને પદ્મ સહિત ગાના હિતકર્તા ગવર્ધન જાણવા. ૧૩૯૮
મસ્ય, કૂર્મ, વારાહ અવતાર. मत्स्यकूर्मों स्वस्वरूपौ नृवराहो गदाम्बुजे ॥
विभ्रमाढ्यो वराहास्यो दंष्ट्राग्रेण धृता धरा ॥१४०॥ મસ્યાવતાર અને પૂર્ણાવતાર, આ બે અવતારે પિતાના સ્વરૂપના છે. વરાહાવતાર મનુષ્યાકૃતિ ગદા અને પદ્મ ધારણ કરેલા, ભુંડના જેવા મુખવાળા, વૃદ્ધાવસ્થાને પ્રાસ તથા દંષ્ટ્રના અગ્ર ભાગે પૃથ્વી ધારણ કરેલા જાણવા ૧૪૦.
નૃસિંહાવતાર नृसिंहः सिंहवक्रोऽतिदंष्ट्रालः कुटिलौरुकः ॥
हिरण्योरुस्थलासक्तविदारणकरद्वयः ॥१४१॥ સિંહના સુખવાળા, અત્યંત મોટી દાઢવાળા, જેનું ઉદર ભયંકર છે એવા તથા હિરણ્યકશિપુના વક્ષસ્થલને ચીરવામાં આસક્ત થએલા નૃસિંહાવતાર જાણવા. ૧૪૧.
વામન, પરશુરામ, રામ, બલરામ અવતાર वामनः सशिखः श्यामो दण्डपात्रपीताम्बरः ॥ जटाजिनधरो रामो भार्गवः परशुं दधत् ॥
रामः शरेषुधृक् श्यामः ससीरमूसलो बलः ॥१४२।। શિખધારી, શ્યામવર્ણના, પીતામ્બર પહેરેલા, દંડ અને કમંડલુને ધારણ કરનારા વામાવતાર, જટાધારી, મૃગચર્મ ઓઢેલા અને પરશુને ધારણકર્તા પરશુરામ, શ્યામવર્ણ અને ધનુષબાણધારી રામાવતાર તથા હલ અને મૂલધારી બલરામ જાણવા. ૧૪૨.
બુદ્ધાવતાર, કલ્કિ અવતાર बुद्धः पद्मासनो रक्तस्त्यक्ताभरणमूर्धजः ॥ कक्षापवस्त्रो ध्यानस्थो द्विभुजचोर्ध्वपाणिकः ॥ कल्किः सखड्गोऽश्वारूढो हरेरथ वरा इमे ॥१४॥
૫૪