________________
શિપ રત્નાકર
[ એકાદશ રત્ન ક્ષત્રિયોને માટે મધુસૂદન અને વિષ્ણુની મૂર્તિ ફલ આપનારી છે તથા વૈશ્યને માટે ત્રિવિક્રમ અને વામનની મૂર્તિ પૂજામાં શુભ છે. ૧૨૦.
પૂજ્ય મૂર્તિ पूजिता श्रीधरी मूर्तिः शूद्राणाञ्च सुखावहा ॥
चतुर्वर्णैः सदा पूज्या मूर्तयश्च शुभप्रदाः ॥१२१॥ શુદ્રોને માટે શ્રીધર ( લક્ષ્મીનારાયણ) ની મૂર્તિ પૂજવી સુખકારી છે. ઉપર પ્રમાણે ચારે વર્ણએ મૂતિઓ સદા પૂજવી તે કલ્યાણ કરનારી છે. . ૧૨૧.
ચર્મકારાદિને પૂજ્યા મતિ, चर्मकृद्रजकानाञ्च नदस्य वरटस्य च ॥
मेदभिल्लकिरातानां हृषीकेशः सुखावहः ॥१२२॥ મચી, બી, નટ, રંગરેજ, પંઢ, ભીલ અને કિરાત વિગેરે જાતિઓને માટે હૃષીકેશની મૂર્તિ પૂજવી સુખાવહ છે. ૧૨૨.
કુંભારાદિને તથા બ્રહ્મચારી આદિને પૂજય મૂર્તિ कुम्भकारवणिग्वेश्याचक्रिकध्वजिनामपि ॥ सर्वेषां प्रकृतीनाच पद्मनाभः सुखावहः ॥
दामोदरः सौख्यदः स्याद् ब्रह्मचार्यैकदंडिनाम् ॥१२३॥ કુંભાર, વેપારી, વેશ્યા, ઘાંચી, કલાલ તથા સર્વ સામાન્ય પ્રજાને માટે પનાભની મૂતિ પૂજવી સુખકર્તા છે. બ્રહ્મચારીઓ તથા એકદંડી સંન્યાસીઓને માટે દાદરની મૂર્તિ પૂજવી સુખદ છે. ૧૨૩.
સર્વવર્ણ પૂજ્ય મૂતિ. हरिहरस्वर्णगर्भा नरसिंहोऽथ वामनः ॥
वाराहः सर्ववर्णेषु सौख्यदा हितकारकाः ॥२४॥
હરિ, હર, હિરણ્યગર્ભ, નરસિંહ, વામન અને વારાહ; એમની મૂતિએ સર્વે વણેને સુખ તથા કલ્યાણકર્તા છે. ૧૨૪.