________________
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર. ૪૨૧ વિષ્ણુની ચતુર્વિશ મૂર્તિ સ્વરૂપ લક્ષણ.
૧ વાસુદેવ, ૨ કેશવ. वासुदेवो गदाशंखचक्रपद्मविभूषितः ।
केशवः कमलं धत्ते कम्बु चक्र गदामपि ॥१२५॥ ગદા, શીખ, ચક્ર અને પત્રથી વિભૂષિત થયેલા વાસુદેવ તથા કમળ, શંખ, ચક અને ગદાને ધારણ કરનારા કેશવ જાણવા. ૧૨૫.
૩ નારાયણ, ૪ માધવ. नारायणः कम्बुपद्मगदाचक्रधरो भवेत् ॥
माधवस्तु गदां चक्रं शंखं वहति पङ्कजम् ॥१२६॥ શંખ, પત્ર, ગદા અને ચક્રધારી નારાયણ તથા ગદા, ચક્ર, શંખ અને પદ્મધારી માધવ જાણવા. ૧૨૬.
૫ પુરૂષોત્તમ, ૬ અક્ષજ. पुरुषोत्तमस्तु चक्रपद्मशंखगदाधरः ॥
अधोक्षजः सरसिजगदाशंखसुदर्शनः ॥१२७।। ચક, પત્ર, શંખ અને ગદાધારી પુરૂષોત્તમ તથા પત્ર, ગદા, શંખ અને સુદર્શન ચક્રધારી અધોક્ષજ જાણવા. ૧૨૭.
૭ સંકર્ષણ, ૮ ગોવિંદ संकर्षणो गदाकम्बुसरसीरुहचक्रभृत् ॥
गोविंदो धरते चक्रं गदां पद्मं च कम्बुकम् ॥१२८॥ ગદા, શંખ, પદ્મ અને ચકધારી સંકર્ષણ તથા ચક્ર, ગદા, પદ્ધ અને શંખધારી ગોવિંદ જાણવા. ૧૨૮.
૯ વિષ્ણુ, ૧૦ મધુસૂદન विष्णुः कौमोदकी पद्मं पाञ्चजन्यं सुदर्शनम् ॥
मधुसूदनकश्चक्रं शंखं सरसिजं गदाम् ॥१२९॥ કદકી ગદા, પદ્મ, પાંચજન્ય શંખ અને સુદર્શન ચકધારી વિષ્ણુ તથા ચક, શંખ, પદ્મ અને ગદાધારી મધુસૂદન જાણવા. ૧૨૯