________________
૪૧૯
એકાદશ રત્ન] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૪૧૯ ઈશાનદેવ (શંકર), वरं तथा त्रिशूलञ्च नागेन्द्रं बीजपूरकम् ॥
बिभ्राणो वृषमारूढ ईशानो धवलद्युतिः ॥११६॥ વર, ત્રિશુલ, નાગેન્દ્ર (સર્પરાજ) અને બીજોરાને ધારણ કરનારા, નંદી ઉપર બેઠેલા તથા ત કાંતિવાળા ઈશાન કેણના અધિપતિ ઇશાનદેવ જાણવા. ૧૧૬.
વિષ્ણુની ચાર મૂર્તિ
યુગભેદે મૂર્તિ પ્રમાણુ. वासुदेवः संकर्षणः प्रद्युम्नश्चानिरुद्धकः ॥
श्वेतो रक्तः पीतः कृष्णः क्रमात्कृतयुगादिषु ॥११७॥ કૃતાદિ ચાર યુગમાં અનુક્રમે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરૂદ્ધની મૂર્તિ રંગે શ્વેત, રક્ત, પીત અને કૃષ્ણ જાણવી. ૧૧૭.
દ્વિજાતિ પૂજ્ય મૂર્તિ पूज्या द्विजातिभिश्चैते छत्राभं कुकुटाण्डवत् ॥
वपुषाभञ्च बालेन्दूपमं कुर्यात् शिरः क्रमात् ॥११८।। ઉપર કહેલી મૂતિએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વચ્ચે એ પૂજવી અને કમથી એ મૂર્તિઓનું મસ્તક છત્ર જેવું, કૂકડાના ઈડાના જેવું, કલઈના જેવું તેમજ બાલચંદ્રના જેવું કરવું. ૧૧૮.
વિપ્રપૂજ્ય મૂર્તિ नारायणश्च केशवो माधवो मधुसूदनः ॥
पूजिता मूर्तयो ह्येता विप्राणां सौख्यदायिकाः ॥११९॥ નારાયણ, કેશવ, માધવ અને મધુસૂદન એમની મૂર્તિઓનું પૂજન બ્રાહ્મણને સુખદાયક છે. ૧૧૯.
ક્ષયપૂજ્યા તથા વૈશ્યપૂજ્ય મૂર્તિ. मधुसूदनविष्णू च क्षत्रियाणां फलप्रदौ ॥ त्रिविक्रमो वामनश्च वैश्यानामर्चने शुभौ ॥१२०॥