________________
૪૧૮
શિલ્પ રત્નાકર
[ એકાદશ રત્ન
યસ.
लेखनीं पुस्तकं धत्ते कुकुटं दंडमेव च ॥ महामहिषमारूढो यमः कृष्णाङ्ग ईरितः ॥ ११९॥
લેખણ, પુસ્તક, કૂકડો તથા દડધારી, મોટા પાડા ઉપર બેઠેલા અને કાળા શરીરવાળા દક્ષિણ દિશાના અધિપતિ યમદેવ જાણવા. ૧૧૧.
નૈઋતિ.
खड्गञ्च खेटकं हस्तैः कर्तिकां वैरिमस्तकम् ॥ दंष्ट्री करालवदनः श्वानारूढश्च राक्षसः ॥११२॥
તરવાર, ઢાલ, કરવત અને શત્રુના મસ્તકને ધારણ કરનારા, મોટી દાઢીવાળા, ભયંકર મુખવાળા તથા કુતરાના વાહનવાળા નૈરૂત્ય કેણના અધિપતિ રાક્ષસ
જાણવા. ૧૧૨.
વરૂણ.
वरं पाशोत्पले कुण्डी हस्तैर्बिभ्रत्क्रमाच यः ॥ नारूढः स कर्तव्यो वरुणः पश्चिमाश्रितः ॥ ११३॥
વરદ, પાશ, કમળ તથા અમૃતકુડીને ધારણ કરનારા તથા મગર ઉપર બેઠેલા પશ્ચિમ દિશાના અધિપતિ વરૂણદેવ જાણવા. ૧૧૩.
વાયુ.
वरं ध्वजां पताकाञ्च कमंडलुं करैर्दधत् ॥
मृगारूढो हरिद्वर्णः पवनो वायुदिग्पतिः ॥ ११४॥
વરદ, વજા, પતાકા અને કમંડલુધારી, હિરણ ઉપર આરૂઢ થએલા તથા લીલા વર્ણના વાયુકાણના અધિપતિ પવનદેવ જાણવા. ૧૧૪.
કુબેર.
विभर्ति यो गदाकुम्भवीजानि च कमंडलुम् ॥ हस्तेषु धनदो ज्ञेयः सौम्यायां गजवाहनः ॥११५॥
ક્રમે હાથમાં ગદા, નિષિકુંભ, બીએફ અને કમલને ધારણ કરનારા તથા હાથી ઉપર બેઠેલા ઉત્તર દિશાના અધિપતિ કુબેર જાણવા. ૧૧પ.