________________
૪૧૭
એકાદશ રત્ન ]
દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
રાહુ सिंहासनगतो राहुर्विकालवदनोऽसितः ॥
सर्पपुच्छाकृतिधूम्रो वरगदान्विताः कराः ॥१०॥ સિંહાસન ઉપર બેઠેલે, કેવળ ભયંકર મુખની આકૃતિવાળા તથા શ્યામરંગને રાહ જાણો તેમજ વગર માથાને, કેડથી સર્પના પૂછડા જેવી આકૃતિવાળ, ધૂમાડાના જેવા વર્ગને અને જેના હાથે વરદ અને ગદાથી સંયુક્ત છે એવો કેતુ જાણ. ૧૦૭.
ગ્રહ સ્વરૂપ. ग्रहाः किरीटिनः कार्या नवतालप्रमाणकाः ॥
रक्तकुंडलकेयूरहाराभरणभूषिताः ॥१०८॥ ગ્રહ મુકુટધારી, નવતાલના પ્રમાણવાળા, રાતાં કુંડલે, બાજુબધે અને હારના આભૂષણેવડે શણગારેલા કરવા ૧૦૮.
અષ્ટ દિગ્યાલ.
ઈન્દ્ર वरं वज्राङ्कुशौ चैव कुंडि धत्ते करैस्तु यः ॥
गजारूढः सहस्राक्ष इन्द्रः पूर्व दिशाधिपः ॥१०९॥ વર, વજ, અંકુશ અને અમૃતની કુંડી (કલશ)ને પ્રદક્ષિણ કમથી ચારે હાથમાં ધારણ કરનારા, હાથીના વાહનવાળા તથા હજાર નેત્રવાળા પૂર્વદિશાના અધિપતિ ઇન્દ્રદેવ જાણવા. ૧૯
અગ્નિ.
वरदः शक्तिहस्तश्च समृणालकमंडलुः ॥
ज्वालापुञ्जनिभो देवो मेषारूढो हुताशनः ॥११०॥
વરદ, શક્તિ, કમળદંડ અને કમંડલુધારી, વાલાના સમૂહ જેવી કાન્તિવાળા અને ઘેટા ઉપર બેઠેલા અગ્નિકેણના અધિપતિ અગ્નિદેવ જાણવા. ૧૧૦.
૫૩