________________
૪૧૦ શિલ્પ રત્નાકર
[ એકાદશ રન જેના જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં સુદર્શન ચક છે તથા બને હાથ પદ્યરેખાથી સુશોભિત છે તે સૂર્યની સર્વ કાર્યને સાધનારી સાવિત્રી નામની દશમી મૂતિ જાણવી. ૮૧.
૧૧ મી વાખી. स्रुचञ्च दक्षिणे हस्ते वामे हेमजकीलकम् ॥
मूर्तिस्त्वाष्ट्री भवेत्सा च पद्मरुद्धकरद्वया ॥८२॥ જેના જમણા હાથમાં શર અને ડાબા હાથમાં સોનાની ખીલી છે તથા બને હાથમાં પદ્મનાં ચીહ્ન છે તે સૂર્યની ત્વષ્ટી નામની અગિયારમી મૂતિ જાણવી. ૮૨.
૧૨ મી વૈષ્ણવી. सुदर्शनकरा सव्ये पद्महस्ता तु वामतः ॥
एषा च द्वादशी मूर्तिर्विष्णोरमिततेजसः ॥८३॥ જેના જમણે હાથમાં સુદર્શન ચક અને ડાબા હાથમાં કમળ ધારણ કરનારી એવી આ અમિત તેજસ્વી સૂર્યની વૈષ્ણવી નામની બારમી મૂર્તિ જાણવી. ૮૩.
બાર આદિત્યનાં નામ. धाता मित्रोर्ण्यमा रुद्रो वरुणः सूर्य एव च ॥
भगो विवस्वान् पूषा च सविता त्वष्ट्रविष्णुको ।।८४॥ ૧ ધાતા, ૨ મિત્ર, ૩ અર્યમા, ૪ રૂદ્ર, ૫ વરૂણ, ૬ સૂર્ય, ૭ ભગ, ૮ વિવસ્વાન, ૯ પૂષા, ૧૦ સવિતા, ૧૧ ત્વષ્ટ્ર અને ૧૨ વિષ્ણુ આ બાર આદિત્યનાં નામ જાણવાં. ૮૪.
પંચદેવ પ્રતિષ્ઠા. सूर्यैकदन्ताच्युतशक्तिरुद्रा विघ्नेशशक्तीश्वरविष्णुसूर्याः। श्रीनाथविघ्नेशभगाम्बिकेशाश्चण्डीशहेरम्बपतङ्गतााः ॥ श्रीकण्ठसूर्याखुरथाम्बिकाजाः प्रदक्षिणं मध्यविदीक्ष्य पूज्याः। वस्थानगाः सर्वमनोरथास्ते यच्छन्ति विघ्नानि परत्र संस्थाः॥८५॥
સૂર્ય પંચાયતન, ગણેશ પંચાયતન, વિષ્ણુ પંચાયતન, શક્તિ પંચાયતન અને રૂદ્ર પંચાયતનમાં નીચે પ્રમાણે યથાવિધિ પંચદેવની પ્રતિષ્ઠા કરવી. સૂર્ય