________________
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૪૧૧ પંચાયતનમાં સૂર્ય, ગણેશ, વિષ્ણુ, શક્તિ અને રૂદ્ર, ગણેશ પંચાયતનમાં ગણેશ, શક્તિ, રૂદ્ર, વિષ્ણુ અને સૂર્ય, વિષ્ણુ પંચાયતનમાં વિષ્ણુ, ગણેશ, સૂર્ય, શક્તિ અને રૂ; શક્તિ પંચાયતનમાં શક્તિ, રૂદ્ર, ગણેશ, સૂર્ય અને વિષ્ણુ તથા રૂદ્ર પંચાયતનમાં રૂદ્ર, સૂર્ય, ગણેશ, શક્તિ અને વિષ્ણુ; આ પંચદેવ ઉપર પ્રમાણે જેનું દેવાલય હોય તેને મધ્યમાં સ્થાપી પ્રદક્ષિણ વિધિથી પૂજવા. આ પંચદેવ પોતપોતાના સ્થાનમાં રહી સર્વ મનેરને પૂરનારા છે પરંતુ વિપરીત સ્થાન થવાથી તેઓ વિશ્નકર્તા થાય છે. ૮૫.
પંચદેવનાં નામ. सूर्यो विनायको विष्णुश्चण्डी शम्भुस्तथैव च ॥
अनुक्रमेण पूज्यास्ते फलदास्स्युः सदाचेने ॥८६॥ સૂર્ય, ગણેશ, વિષ્ણુ, ચંડી અને શભુ આ પંચદેવ ઉપર કહેલા અનુક્રમે પૂજવા. તે સર્વદા ફલ આપનારા થાય છે. ૮૬.
સૂર્યાયતનમાં બીજા ગ્રહનાં સ્થાન. आग्नेयां तु कुजः स्थाप्यो गुरुर्याम्ये प्रतिष्ठितः ॥ नैऋत्ये राहुसंस्थानं शुक्रस्थानश्च पश्चिमे ॥८७॥ वायव्ये केतुसंस्थानं सौम्यायां बुध एव च ॥ ईशाने च शनिः स्थाप्यः प्राच्यां स्थाप्यश्च चन्द्रमाः ॥८॥
સૂર્યાયતનમાં મધ્યમાં સૂર્ય, અગ્નિકોણમાં મંગળ, દક્ષિણ દિશામાં ગુરૂ, નૈરૂત્ય કેણમાં રાહુ, પશ્ચિમ દિશામાં શુક, વાયવ્ય કેણમાં કેતુ, ઉત્તર દિશામાં બુધ, ઈશાન કેણમાં શનિ અને પૂર્વ દિશામાં ચંદ્રમા સ્થાપવા. ૮૭, ૮૮.
સૂર્યના અષ્ટ દ્વારપાલનાં નામ અને સ્વરૂપ, दण्डी च पिङ्गलश्चैव आनन्दश्चान्तकस्तथा ॥ चित्रो विचित्रो ज्ञातव्यः किरणाक्षः सुलोचनः ॥८९॥ सर्वे च पुरुषाकाराः कर्तव्याः शान्तिमिच्छता ॥
चतुर्दारेषु च स्थाप्या दिशाश्चैव प्रदक्षिणाः ॥१०॥ દડી, પિંગલ, આનંદ, અન્તક, ચિત્ર, વિચિત્ર, કિરણાક્ષ અને સુચન, આ આઠ સૂર્યના પ્રતીહારે (દ્વારપાલે)નાં નામ છે. સુખ શાન્તિની વાંછના રાખતા પુરૂષે તે સર્વ પુરૂષાકારના કરવા અને દિશાઓના પ્રદક્ષિણ કમથી ચારે દ્વારમાં સ્થાપવા. ૮૯ ૦.