________________
૪૦૮
શિલ્પ રત્નાકર
[એકાદશ રેન સૂર્યની બાર મૂર્તિઓનું વર્ણન.
૧ લી સુધાન્રી. दक्षिणे पौष्करा माला करे वामे कमण्डलुः ॥
पद्माभ्यां शोभितौ हस्तौ सुधाम्नी प्रथमा स्मृता ॥७२॥
જેના નીચેના જમણા હાથમાં કમળની માળા તથા ડાબા હાથમાં કમંડલુ છે તેમજ ઉપરના બન્ને હાથ પોથી ભાયમાન છે એવી સૂર્યની સુધાગ્ની નામની પહેલી મૂતિ જાણવી. છર.
૨ જી મિત્રા, शूलं वामकरे यस्य दक्षिणे सौम्य एव च ॥ मित्रनामा त्रिनयना कुशेशयविभूषिता ॥७३॥ નીચેના ડાબા હાથમાં ત્રિશૂલ અને જમણા હાથે અભય ધારણ કરેલી, ત્રણ નેત્રવાળી તથા ઉપરના બન્ને હાથ કમળથી સુભિત છે એવી સૂર્યની મિત્રા નામની : બીજી મૂર્તિ જાણવી. ૭૩.
૩ જી આર્યમણી. प्रथमे तु करे चक्र तथा वामे च कौमुदी ॥
मूर्तिरार्यमणी ज्ञेया सपद्मौ पाणिपल्लवी ॥७४॥
જમણા હાથમાં ચક્ર તથા ડાબા હાથમાં ગદા અને બીજા અને હાથ પદ્મથી વિભૂષિત થએલી એવી સૂર્યની આર્યમણું નામની ત્રીજી મૂર્તિ જાણવી. ૭૪.
૪ થી પૈકી. चक्रं तु दक्षिणे यस्या गदा वामे प्रतिष्ठिता ॥
सा मूर्ती रौदी ज्ञातव्या प्रणालपद्मभूषिता ॥७॥ જેના જમણા હાથમાં ચક અને ડાબા હાથમાં ગદા છે તથા બન્ને હાથ કમળદંડથી વિભૂષિત છે તે સૂર્યની શૈદ્રી નામની ચૌથી મૂર્તિ જાણવી. ૭૫.
૫ મી વારૂણી. चक्रं तु दक्षिणे यस्या वामे पाशः सुशोभनः ॥ सा वारुणी भवेन्मूर्तिः पद्मपत्रकरद्वया ॥७६॥