SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર ૪૭૭ નીલ કમલના દલ સમાન કાંતિવાળા, ઘેાડાના મુખવાળે તથા જમણા હાથમાં અક્ષમાલા અને ડાબા હાથમાં શખધારી સામવેદ જાણવા. ૬૭. અથ વેદનું સ્વરૂપ. अथर्वणाभिधो वेदो धवलो मर्कदाननः ॥ अक्षसूत्रश्च खट्वाङ्गं विभ्राणो विजयश्रियै ॥ ६८ ॥ ધોળા વર્ણવાળા, માંકડાના મુખવાળે તથા જમણા હાથમાં અક્ષસૂત્ર અને ડાબા હાથમાં ખફીંગ ( ઇસ ) ધારી અથવવેદ વિજય અને લક્ષ્મી આપનારા જાણવા. ૬૮. નૃત્યશાસ્ત્રનું સ્વરૂપ नृत्यशास्त्रं सितं रम्यं मृगवक्रं जटाधरम् ॥ अक्षसूत्रं त्रिशूलश्च विभ्राणञ्च त्रिलोचनम् ॥ ६९ ॥ મૃગના જેવા મુખવાળી, મનેહર, સુદર ગૌરવર્ણવાળી, જટાધારી, ત્રિનેત્ર તથા જમણા હાથમાં અક્ષમાલા અને ત્રિશૂલધારિણી નૃત્યશાસ્ત્રની સ્મૃતિ જાણવી. ૬૯. વિશ્વકર્માનું સ્વરૂપ. विश्वकर्मा चतुर्बाहुरक्षमालाञ्च पुस्तकम् ॥ कम्ब कमण्डलुं धत्ते त्रिनेत्रो हंसवाहनः ॥७० || અનુક્રમે ચારે હાથમાં અક્ષમાલા, પુસ્તક, ગજ અને કમફ્લુને ધારણ કરેલા, ત્રણ નેત્રવાળા તથા હુંસના વાહનવાળા વિશ્વકર્માં જાણવા. ૭૦. ઋષિનું સ્વરૂપ. जटिलाः श्मश्रुलाः शान्ता आसीना ध्यानतत्पराः ॥ कमण्डल्वक्षसूत्राभ्यां संयुता ऋषयः स्मृताः ॥ ७१ ॥ જટાધારી, દાઢી અને મૂવાળા, શાંત સ્વભાવના, બેઠેલા, ધ્યાનસ્થ તથા કમ‘તુ અને અક્ષમાલાથી જેમના બન્ને હાથ યુક્ત છે એવા ઋષિઓ જાણવા. ૭૧.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy