________________
૧૮
શિપ રત્નાકર
[ પ્રથમ રન ક્ષેત્રફળ કાઢવાની રીત. आयाम क्षेत्रसंभूतं विस्तारं गुणयेदथ ॥
सप्तविंशैहेरेद्भागं शेषं स्यात्फलनिश्चयः ॥ ६९ ॥ ક્ષેત્રની (દેવમંદિર, ઘર કે કોઈપણ વસ્તુનું માપ કરી આય, નક્ષત્ર લાવવું હોય તો તે ક્ષેત્ર કહેવાય) લંબાઈ અને પહોળાઈને ગજઆગળથી માપી લંબાઈ સાથે પહેલાઈને ગુણાકાર કરી ર૭ સે ભાગતાં જે શેષ એક રહે તે મૂળરાશિ અર્થાત્ ક્ષેત્રફળ જાણવું. ૬૯.
ઉદાહરણ- ધારે છે કેઈએક દેવાલય ૬ ગજ ને ૧ આંગળ લાંબું અને ૬ ગજ ને ૧ આંગળ પહેલું છે. હવે ગુણાકાર કરે સુગમ પડે એટલા માટે ગજના આગળ કરવા. તે પ્રમાણે છે ગજ એક આંગળના ૧૪પ આગળ થયા. પહોળાઈ પણ તેટલીજ હોવાથી તેના પણ ૧૪પ આગળ થયા. ૧૪૫ ૪ ૧૪૫ લંબાઈ પહેલાઈને . ગુણાકાર કરતાં ગુણાકાર ૨૧૦૨૫ આવ્યું, તેને ર૭ સે ભાગતાં શેષ ૧૯ વધ્યા. તેથી ૧૯ભી મૂળ રાશિ આવી. આ પ્રમાણે દરેક ક્ષેત્રની લંબાઈ પહેલાઈને ગુણીને ર૭ સે ભાગી ક્ષેત્રફળ લાવવું.
ક્ષેત્રફળ (મૂળરાશિ) ઉપરથી નક્ષત્ર ઉપજાવવાની રીત.
फले चाष्टगुणे तस्मिन् सप्तविंशतिभाजिते ।
यच्छेषं लभते तत्र नक्षत्रं तद् गृहेषु च ॥ ७० ॥
ક્ષેત્રફળને જે અંક આવ્યું હોય તેને આઠે ગુણી ર૭ સે ભાગતાં જે શેષ વધે તે નક્ષત્રનો અંક જાણ. એટલે તેટલામું ઘરનું નક્ષત્ર જાણવું હ૦.
ઉદાહરણ–ઉપર ક્ષેત્રફળ અથવા મૂળરાશિને અંક ૧૯ આવ્યું છે. તેને આઠે ગુણતાં ૧૫ર થયા. તેને ર૭ સે ભાગતાં શેષ ૧૭ વધ્યા. એટલે અશ્વિની નક્ષત્રથી ગણતાં સત્તરમું નક્ષત્ર અનુરાધા આવ્યું. તે ઘરનું નક્ષત્ર સમજવું.
ગણ વિચાર, खगणे चोत्तमा प्रीतिर्मध्यमा देवमानुषे ।
कलहो देवदैत्यानां मृत्यु नवराक्षसे ।। ७१ ॥ ઘર તથા ઘરધણના નક્ષત્રનો ગણ એક હેય તે ઉત્તમ. દેવ અને મનુષ્યગણ હેાય તે મધ્યમ પ્રીતિ જાણવી. દેવગણ અને દૈત્યગણ હેાય તે કલહુ કરાવે અને મનુષ્ય તથા રાક્ષસગણ હોય તે ઘરધણીનું મૃત્યુ થાય. ૭૧.