________________
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
૪૦૫ બ્રહ્માયતન. आग्नेयां तु गणेशस्य मातृस्थानं तु दक्षिणे ॥ नैऋत्ये तु सहस्राक्षं वारुण्यां जलशायिनम् ॥२८॥ वायव्ये पार्वतीरुद्रौ ग्रहांश्चैवोत्तरे न्यसेत् ॥
ईशाने कमलादेवीं प्राच्यां तु धरणीधरम् ॥५९॥
બ્રહ્માના પ્રાસાદમાં અગ્નિકેણુમાં ગણેશ, દક્ષિણ દિશામાં માતૃદેવી, નિત્ય કોણમાં ઈન્દ્ર, પશ્ચિમદિશામાં જલશાયી, વાયવ્ય કેણમાં કમલાદેવી, ઉત્તરદિશામાં નવગ્રહ અને પૂર્વ દિશામાં ધરણીધરનું સ્થાપન કરવું. પ૮, ૫૯.
બ્રહ્માના અષ્ટ દ્વારપાલ. ब्रह्मणोऽष्टौ प्रतीहारान् कथयिष्याम्यनुक्रमात् ॥
पुरुषाकारगम्भीराः सकूर्चा मुकुटोज्ज्वलाः ॥६०॥ બ્રહ્માના આઠ દ્વારપાલ હવે હું અનુક્રમે કહીશ. તેઓ પુરૂષકારના, ગંભીર સ્વભાવ ધારણ કરેલા, દાઢી અને મૂછોવાળા તથા ઉજલ મુકુટ ધારણ કરેલા જાણવા. ૬૦.
- પૂર્વ દિશાના દ્વારપાલ. पद्मनकपुस्तकं दण्डः सत्यो वामेऽथ दक्षिणे ॥
सव्यापसव्यहस्ते च पद्मदण्डश्च धर्मकः ॥६॥
પૂર્વ દિશાના ડાબા ભાગમાં ડાબા જમણા હાથમાં પ, માલા, પુસ્તક અને દંડધારી સત્ય નામને દ્વારપાલ જાણ તથા પૂર્વ દિશાના જમણ ભાગમાં પદ્મ, દંડ, માલા અને પુસ્તકને ધારણ કરનાર ધર્મ નામને દ્વારપાલ જાણવો. દા.
દક્ષિણ દિશાના દ્વારપાલ. अक्षं पद्मागमौ दण्डं करैर्धत्ते प्रियोद्भवः ॥
दण्डागमस्रफलकैर्यज्ञः स्यात्सर्वकामदः ॥१२॥ અક્ષમાલા, પઢ, પુસ્તક અને દંડધારી પ્રિયે દુભવ નામે તથા દંડ, પુસ્તક, માલા અને ઢાલધારી સર્વ કામનાઓને આપનારે યજ્ઞ નામે દ્વારપાલ જાણ અને તે દક્ષિણ દિશાના પ્રતીહાર છે. ૬૨.