________________
૪૦૪ . શિલ્પ રત્નાકર
[એકાદશ રત્ન दक्षिणाधःकरात्मृष्ट्या जपमालां तथा सुचम् ॥
ग्रन्थं कमण्डलुं धत्ते सकूर्चः कमलासनः ॥५३॥ નીચેના દક્ષિણ હાથથી આરંભી અનુક્રમે ચારે હાથમાં જપમાલા, શર, પુસ્તક અને કમંડલું ધારણ કરેલા, દાઢી મૂકવાળા તથા કમળના આસન ઉપર બેઠેલા કમલાસન (બ્રહ્મા) જાણવા. પ૩.
બ્રહ્મા.
पुस्तकञ्चाक्षसूत्रश्च स्रुचिश्व कमण्डलुम् ॥
ब्रह्मणश्चभवेन्मूर्तिः कृते स्यात्सुखदायिनी ॥५४॥ પુસ્તક, રૂદ્રાક્ષની માળા, શર અને કમંડલુને ધારણ કરેલી બ્રહ્માની મૂર્તિ જાણવી અને તે સત્યયુગમાં સુખદાયી છે. પ૪.
પિતામહ कमण्डलुञ्चाक्षसूत्रं स्रुचिञ्च पुस्तकं तथा ॥
पितामहस्य स्यान्मूर्तिस्त्रेतायां सौख्यदायिनी ॥५५॥ કમંડલુ, અક્ષમાલા, શર અને પુસ્તકને ધારણ કરેલી પિતામહની મૂર્તિ જાણવી અને તે ત્રેતાયુગમાં સુખ આપનારી છે. પપ.
વિરચિ. अक्षसूत्रं पुस्तकञ्च स्रुचिश्चैव कमण्डलुम् ॥ विरश्चेश्च भवेन्मूर्तिझैपरे सुखदायिनी ॥५६॥
અક્ષસૂત્ર, પુસ્તક, ઘર અને કમલુને ધારણ કરેલી વિરચિની મૂર્તિ દ્વાપર યુગમાં સુખદાયી જાણવી. પ૬.
સાવિત્રી. अक्षसूत्रं पुस्तकश्च धत्ते पद्मकमण्डलू ॥
चतुर्वक्रा तु सावित्री श्रोत्रियाणां गृहे हिता ॥२७॥ અક્ષસૂત્ર (સ્ફટિકની માળા), પુસ્તક, કમળ તથા કમલુને અનુક્રમે ચારે હાથમાં ધારણ કરેલી અને ચાર મુખવાળી સાવિત્રીની મૂતિ શ્રોત્રિય (અગ્નિહોત્રીઓ) ના ઘરમાં હિતકારી છે. પ૭.