________________
૪૦૩
એકાદશ રત્ન ] દેવમર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર,
૪૦૩ હે પૂજા નિષિદ્ધ મૂર્તિ गृहे लिङ्गद्वयं नाय॑ गणेशत्रयमेव च ॥
शक्तित्रयं तथा शङ्ख मत्स्यादिदशकाङ्कितम् ॥४८॥ ઘરમાં બે શિવલિંગ, ત્રણ ગણેશની મૂતિઓ, ત્રણ શક્તિની કૃતિઓ અને મત્સ્ય (માછલું) વિગેરે દશ ચિન્હથી અંકિત થએલે શખ પૂજ નહિ. ૪૮.
द्वे चक्रे द्वारिकायास्तु शालिग्रामद्वयं तथा ॥
द्वौ शंखौ नार्चयेने हे सूर्ययुग्मं तथैव च ॥४९॥ દ્વારકાનાં બે ચકો, બે શાલિગ્રામ, બે શખે તથા બે સૂર્યની મૂર્તિઓ ઘરમાં પૂજવી નહિ. ૪૯૦
एतेषां पूजनान्नूनमुद्वेगं प्रामुयाद्गही ॥
तुलस्यां नार्चयेचण्डी दीपं सूर्य गणेश्वरम् ॥५०॥ ઉપર કહેલા દેવતાઓનું ઘરમાં પૂજન કરવાથી નિશ્ચય ગૃહસ્થ ઉદ્વેગને પામે છે. તથા તુલસીના કયારામાં ચંડી, દીવે, સૂર્ય અને ગણેશની પૂજા કરવી નહિ. ૫૦.
મૂર્તિ-સ્વરૂપ-લક્ષણ-આયુધ વર્ણન. ब्रह्मादीनाश्च देवानां देवीनाञ्च यथाक्रमम् ॥
आयुधानि तथा वर्णान् वाहनं कथयाम्यथ ॥५१॥ હવે બ્રહ્માદિ ત્રિદેવ, બીજા બધા દેવતાઓ તથા દેવીઓનાં આયુધ, વર્ષો અને વાહનેનું વર્ણન કરું છું. ૫૧,
કમલાસન. ऋग्वेदादिप्रभेदेन कृतादियुगभेदतः ॥
विप्रादिवर्णभेदेन चतुर्वक्रश्चतुर्भुजः ॥५२॥
સર્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એ ચાર વેદના ભેદે કરી તેમજ સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ; એ ચાર યુગના તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વશ્ય અને શુદ્ર એ ચાર વર્ણોના ભેદે કરી બ્રહ્માની મૂતિ ચાર મુખ તથા ચાર હાથવાળી જાણવી. પર.