________________
૪૦
એકાદશ રત્ન] વમતિ સ્વરૂપ લક્ષણાધિકાર.
ग्रीवा च त्र्यङ्गला कार्या हृदयन्तु नवाङ्गुलम् ॥ मध्यं द्वादशमात्रश्च नाभिमेद्रे नवाङ्गलैः ॥३५॥ उरुः स्यादेकविंशत्या जानुधैव गुणागालैः ॥
जङ्घा तथैकविंशत्या पादमूलं गुणाकुलम् ॥३६॥ હવે આઠ તાલની મૂર્તિનું પ્રમાણ કહું છું અને તે દેવી ચંડિકાનું જાણવું. અષ્ટતાલના પ્રમાણમાં મુખ એક તાલ, કેશાન્ત ત્રણ આંગળ, કઠ ત્રણ આંગળ, હૃદય નવ આંગળ, મધ્યભાગ (હૃદયથી નાભિ) બાર આંગળ, નાભિ અને લિંગ વચ્ચેનો ભાગ નવ આંગળ, સાથળ એકવીસ આંગળ, ઢીંચણ ત્રણ આંગળ, જંઘા (ઢીંચણથી નીચે પગની ઘુંટી સુધી) એકવીસ આગળ અને પાદમૂલ ત્રણ આંગળનું કરવું. ૩૪, ૩૫, ૩૬.
નવતાલ મતિ વિભાગ. नवतालं तु विज्ञेयं ब्रह्माद्या देवता यथा ॥ केशान्तश्च त्रिमात्रं तु कर्तव्यं देवरूपकम् ॥३७॥ यावन्मानो भवेत्तालो विभज्येच्चैव भागिकैः ॥ सूर्यरामदशार्काब्धिवसुजिनयुगार्हता- ॥३८॥
वेदा वक्रं गलं हृत्कं नाभिरुदरगुह्यके ॥ .. तथोरुजानुजङ्घाश्च चरणश्च यथाक्रमम् ॥३९॥
નવ તાલના માનની બ્રહ્માદિ દેવતાઓની મૂતિઓ કરવામાં આવે છે. તેનું માન નીચે પ્રમાણે જાણવું. કેશાંત ત્રણ આંગળ, મુખ બાર આંગળ, કંઠ ત્રણ આંગળ, હદય દશ આંગળ, નાભિ બાર આંગળ, ઉદર ચાર આંગળ, ગુહ્ય આઠ આંગળ, સાથળ ચોવીસ આંગળ, ઢીચણ ચાર આંગળ, જઘા વીસ આંગળ અને પગ ચાર આગળના કરવા. ૩૭, ૩૮, ૩૯.
मुग्वस्यापि त्रिभागेन ललाटं नासिका हनुः ॥
इदं मानविभागांश्च बुधः कुर्यात्तु विस्तृतौ ॥४०॥ મુખના ત્રણ ભાગ કરી એક એક ભાગનાં કપાળ, નાસિકા અને દાઢી કરવી. તથા મૂતિના વિસ્તારનું માન અને વિભાગો બુદ્ધિમાને નીચે પ્રમાણે જાણવા. ૪૦.
વિસ્તારે મૂર્તિ વિભાગ. विस्तरे स्तनगर्भे तु द्वादशाङ्गुलमीरितम् ॥ तबाह्य वेदवेदांशे कक्ष एकान्तरे ततः ॥४१॥
૫૧