________________
૩૯૮ શિલ્પ રત્નાકર
[એકાદશ રત્ન વિરૂપ મૂર્તિ નિષેધ. नर्दनं रोदनं हास्यमुन्मीलननिमीलने ॥
देवा यत्र प्रकुर्वन्ति तत्र विद्यान्महद्भयम् ॥२०॥ જે પ્રતિમાની આકૃતિ ગર્જના કરતી, રડતી, મચેલી અથવા વિકળ આંખેવાળી હેય તે તે માટે ભય ઉત્પન્ન કરે. (માટે તેવી આકૃતિની પ્રતિમા કરવી નહિ) ૨૦.
સન્મુખ વત્સમાં નિષિદ્ધ કાર્ય वत्से नाभिमुखे कुर्याद्वासं द्वारश्च वास्तुनः ॥
प्रवेशं प्रतिमादीनां गुर्वीणाञ्च विशेषतः ॥२१॥ વત્સ સન્મુખ આવતો હોય તે વાસ્તુમાં પ્રવેશ કરવો નહિ અને દ્વાર મૂકવું નહિ તથા વિશેષ કરીને મેટી પ્રતિમાઓને પ્રવેશ સન્મુખ વત્સ હોય ત્યારે કરેજ નહિ. ૨૧.
પાષાણુ મૂર્તિનું શિરવિધાન. प्राक्पश्चादक्षिणे सौम्ये स्थिता भूमौ तु या शिला ।
प्रतिमायाः शिरस्तस्याः कुर्यात्पश्चिमदक्षिणे ॥२२॥ પૃથ્વીમાં શિલાના જે ભાગે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલા હોય તે ધ્યાનમાં રાખી તે શિલાના પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફના શિલા ભાગમાં પ્રતિમાનું શીર્ષ કરવું. રર. -
એક તાલથી પાંચ તાલની મૂર્તિનું પ્રમાણ ग्रासवक्रमेकभागो द्वौ पक्षी कुञ्जरास्त्रयः ।
किन्नराश्वाश्च चतुस्तालाः पञ्चांशाश्च सुरा वृषाः ॥२३॥
એક ભાગનું ગ્રાહનું મુખ કરવું. બે ભાગના પક્ષી કરવા. ત્રણ તાલના હાથી કરવા. ચાર તાલના કિન્નરો અને ઘેડા કરવા તથા પાંચ તાલના દેવતાઓ તથા વૃષે (આખલા) કરવા. ૨૩.
છથી સાત તાલની મૂર્તિનું પ્રમાણ. शूकरो वामनश्चापि षट्तालो गणनायकः । सप्तभागाः प्रकर्तव्या वृषशूकरमानवाः ॥२४॥