________________
શિપ રત્નાકર
[ પ્રથમ રત્ન
સિહાય સ્વામીને નાશ કરે છે. શ્વાનાય પશુઓનો નાશ કરે છે, ધૂમ્રાય પુત્રના નાશ કરે છે અને વાંક્ષાય ઘરધણીની સ્ત્રીનું ભક્ષણ કરે છે.
૪૩.
in
જાય દેવાનાં સ્થાન.
प्रासादे प्रतिमा लिङ्गे जगतीपीठमंडपे || वेदिकुंडे कृते चैव पताकाछत्रचामरे ॥ ४४ ॥ वापीकूपतडागानां कुंडानाञ्च जलाशये ॥ ध्वजो शुभश्च संस्थाने ध्वजं तत्र प्रदापयेत् ॥ ४५ ॥ आसने देवपीठेषु वस्त्रालंकार भूषणे ॥ केयूरमुकुटादौ च निवेशयेद् ध्वजः शुभः ॥ ४६ ॥
સવે` પ્રકારના પ્રાસાદ, ઉભી તથા બેઠી પ્રતિમા અને મહાદેવના લિંગ વિષે તેમજ પ્રાસાદોની જગતી ( એટલે ), પીઠિકા અને માપ, વેદી, કુંડ ( પાણીને કુંડ ), પતાકા ( ધ્વજા ), છત્ર, ચામર, વાવ, કૂવા, પાણી ભરવાનાં ટાંકાં, તળાવ, દેવને બેસાડવાનુ` આસન, દેવની પીઠિકા, * વસ્ત્ર અલકાર (ઘરેણુ), આભૂષણ, બાજુબંધ, હાર અને મુકુટ વિગેરે સ્થાને માં ધ્વજાય આપવા શુભ છે. ૪૪, ૪૫, ૪૬. ધૂમ્રાય દેવાનાં સ્થાન.
अग्निकर्मषु सर्वेषु होमशालागृहेषु च ॥
धूमाग्निकुंड संस्थाने होमकर्मगृहेऽपि वा ॥ ४७ ॥
અગ્નિવર્ડ જેની જીવિકા હૈાય, જેવા કે લુહાર, સાની, કસારા અને ભાડભુજા વિગેરેનાં ઘર, રસોઇખાનુ, હેામશાળા અને આહૂતિ આપવાના કુંડ તથા હોમ કરવાના ઘરમાં ઘૂમ્રાય આપવા.
pig,
સિહાય દેવાનાં સ્થાન.
आयुधानां समस्तेषु नृपाणां भवनेषु च ॥
सिंहासने नृपस्थाने सिंहं तत्र निवेशयेत् ॥ ४८ ॥
દરેક જાતનાં આયુધો રાખવાનાં ઘર, રાજાના મહેલે!, રાજાને બેસવાનાં અસના અને દરેક સિહાસનામાં તેમજ સિંહદ્વારાને વિષે સિહાય આપવા. ૪૮,
* નાના દાગીના વિષે ગજ અને આંગળથી માપ લઇ શકાય નહિ માટે આંગળ, જવ, યુકા, શિક્ષા અને શાત્ર વડે માપ લઇ આય મેળવવા. કારણ કે હીરા આદિ રત્નોનુ આંગળે માપ ક્રાય નહિ.