________________
દશમ રત્ન ] મર્યાદિવિંશતિ પ્રસાદ લક્ષણાધિકાર. ૩૫૧
તૃતીય પ્રાસાદ કલ્પના. प्रासादा द्वितीयाः ख्याता जनानंदसुखावहाः ॥ दशधा चाष्टधा कृत्वा तृतीयांश्च प्रकल्पयेत् ॥५॥
ઉપર પ્રમાણે દ્વિતીય પ્રાસાદની રચના કરવી. આ પ્રાસાદો માણસોને આનંદ તેમજ સુખ આપનાર છે. તેવી જ રીતે દશ ભાગે અથવા આઠ ભાગે તૃતીય પ્રાસાદોની પણ કલ્પના કરવી. ૫,
द्विभागं कोणमित्युक्तं भद्रं भागद्वयं भवेत् ॥
प्रासादाश्च तृतीया वै हरये ब्रह्मणे प्रियाः ॥६॥ તલ ભાગ આઠના ક્ષેત્રમાં કેણ ભાગ બે તથા ભદ્રાર્ધ ભાગ બેનું કરવું. આ પ્રમાણે તુતીય પ્રાસાદની રચના કરવી. આ પ્રાસાદે હરિ અને બ્રહ્માને પ્રિય છે. ૬.
विष्णू रुद्रस्तथा ब्रह्मा मेरुमध्ये प्रतिष्ठिताः ॥
त्रिप्रासादे त्रयो देवा राजानां तु सुखावहाः ॥७॥ તલાનુસાર વર્ણવેલા ત્રણ પ્રકારના મેરૂ નામના પ્રાસાદમાં કેમે વિષ્ણુ, રૂદ્ર અને બ્રહ્માને સ્થાપન કરવા. આ પ્રાસાદે રાજાઓને સુખ આપનારા છે. ૭.
તમાનું સમાધાપૂર્ણિમા તુ શકે .
पूर्वोक्तद्विसप्तत्यंशाः कर्णादिभद्रकान्तरे ॥८॥ પ્રાસાદના મધ્ય ભાગનું માને કહ્યું. હવે ઉપરનું બહારનું માન કહીએ છીએ. પૂર્વે કહેલા બેતેર તલભાગે કર્ણાદિથી ભદ્રાર્ધ સુધીના અંતરમાં જવા. ૮.
જયેષ્ઠ મેરૂ સ્વરૂપ વર્ણન. रसकरयुगयुग्म-ऋतुनयननिगम
युग्मभिश्चैव कर्तव्या संख्याभिर्भागकल्पना ॥९॥ રસ (૬), કર (૨), યુગ (), યુગ્મ (ર), અતુ (૬), નયન (૨), નિગમ (૪) અને યુગ્મ (૨); એ સંખ્યાએ કર્ણથી લઈ ભદ્ર સુધીના અંગેના ભાગની ભેજના કરવી. ૯.
वसुभागसमं भद्रं षड्भागेन विनिर्गतम् ॥ तवंगरथिका भद्रे पञ्चशृङ्गाणि चोपरि ॥१०॥