________________
૩૩૫
નવમ રત્ન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર.
भ्रमनिर्वाणकस्तम्भसीमा प्राग्रीवकोद्गता ॥
चतुर्भागोन्नता भित्तिः सपादं शिखरोन्नतम् ॥२४॥ ભ્રમને ઢાંકનારા થાંભલાઓના મથાળે પ્રાગ્રીવ એટલે પાટડા નાખી છાતિઆ ઢાંકવા. સ્તંભમાં અગર સ્તંભને જોડીને મૂર્તિઓ કરવી. ચાર ભાગની બે ભિત્તિઓ તેમજ બીજી બાજુ પણ (૮) ભાગની બે ભિત્તિઓ કરવી. તેમજ ચાર (૪) ભાગની બને તરફ મળી બ્રમણી કરવી અને સવાયું ઉંચું શિખર કરવું. ૨૪.
चतुर्गुणैः पृथक्सूत्रैः पद्मकोशं समालिखेत् ॥
स्कंधकोशान्तरश्चैव सप्तभागैश्च कारयेत् ॥२५॥
ચારગુણ પૃથક સૂત્રે વડે શિખરના પદ્મશન રેખાઓ ખેંચવી અને સ્કંધ તથા કેશની વચ્ચેના ભાગમાં અર્થાત્ બાંધણામાં સાત ભાગ કરવા. ૨૫.
આમલસારાના ઘાટના ભાગ.
ग्रीवाभागसमुत्सेधं सार्धमामलसारकम् ॥
पद्मपत्रं तथा सार्धं त्रिभागं कलशोन्नतम् ॥२६॥ આમલસારાની ગ્રીવા એક ભાગ ઉંચી કરવી. આમલસારે દેઢ ભાગ, પદ્મપત્ર (ઝાંઝરી મળી) દેઢ ભાગ અને કલશ ત્રણ ભાગ ઉચે ક. ૨૬.
शुकनाशस्तथा सिंहाः कर्णोद्धे च प्रकल्पयेत् ॥
जगती पञ्चगुणा ख्याता चतुर्मुखा च कामदा ॥२७॥ શુકનાશ અને બાજુના ખણુઓએ સિંહ કરવા. પ્રાસાદથી પાંચગણી પહોળી જગતી કરવી સારી કહી છે. મુખ જગતી કામનાઓને પૂર્ણ કરનારી છે. ૨૭.
इमं यः कारयेदेवं प्रासादश्च विराजकम् ॥
एकविंशतिस्वर्गेषु लभते राज्यमीप्सितम् ॥२८॥
જે પુરૂષ ઉપર પ્રમાણે લક્ષણયુક્ત વૈરાજ્ય પ્રાસાદ કરાવે છે અગર કરે છે તે એકવીસ સ્વર્ગ મધ્યે એટલે એકવીસ બ્રહ્માંડમાં ઈચ્છિત રાજ્યને પામે છે. ૨૮.
ઇતિશ્રી વૈરાજ્ય પ્રાસાદ પ્રથમ, કુલ ચતુર, ઈડક ૧.