________________
૩૩૪ શિપ રત્નાકર
[નવમ રત્ન माहेन्द्रोत्तरयाम्यञ्च पूर्वापरोत्तरादिकम् ॥
अपरोत्तरयाम्यञ्च त्रिद्वारं त्रिविधोद्गतम् ॥१८॥ ત્રણ કારવાળા દેવાલયને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર અથવા પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ત્રણ પ્રકારે દ્વાર મૂકવાં. ૧૮.
पूर्वापरद्वयं द्वारं याम्योत्तरञ्च दूषयेत् ॥
एकद्वारञ्च माहेन्द्रं चतुरिं चतुर्दिशम् ॥१९॥ એ દ્વારવાળા દેવાલયનાં બે દ્વાર પૂર્વ અને પશ્ચિમ દિશામાં કરવાં. પરંતુ ઉત્તર અને દક્ષિણ દિશામાં કરવાં નહિ. એક કારવાળા દેવાલયનું એક દ્વાર પૂર્વ દિશામાં કરવું અને ચતુર્કારવાળા દેવાલયને ચાર દ્વારે ચારે દિશાઓમાં કરવાં. ૧૯
पूर्वञ्च भुक्तिदं द्वारं मुक्तिदं वरुणोद्गतम् ॥
याम्योत्तरं शिवे द्वारं कृते दोषो महद्भयम् ॥२०॥ પૂર્વદિશામાં કરેલું દ્વાર ભુક્તિ આપનારું અને પશ્ચિમ દિશામાં મૂકેલું દ્વાર મુક્તિ આપનારું જાણવું. શિવાલયને ઉત્તર અને દક્ષિણ દિશામાં દ્વાર કરવામાં આવે તે માટે દેશ અને ભયકર્તા થાય છે. ૨૦.
एकद्वारश्च माहेन्द्रमन्यथा दोषदं भवेत् ॥ .
भद्रं सर्वत्र कल्याणं चतुर्दारं शिवालयम् ॥२१॥ એક દ્વારવાળા દેવાલયનું દ્વાર પૂર્વદિશામાં જ કરવું. બીજી દિશામાં કરે તે દેષકર્તા થાય. ચતુર્કારનું શિવાલય સર્વત્ર સારું અને કલ્યાણકર્તા જાણવું. ૨૧.
ब्रह्मविष्णुरवीन कुर्याद् यथोक्तं पूर्वमेव हि ॥
जिने समोसरणाद्यं दिशादोषो न विद्यते ॥२२॥
પૂર્વોક્ત પ્રમાણે યથાવિધિ બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યનાં દેવાલને દ્વારા કરવાં તથા જિનેન્દ્રને સમેસરણાદિ કરવું એટલે દિશાદેષ લાગતો નથી. રર.
(૧) વૈરાજ્ય એકાંગ પ્રથમ પ્રાસાદ સ્વરૂપલક્ષણ चतुरस्रं समं शुद्धं षोडशाक्षे प्रकल्पितम् ॥
वेदाख्ये गर्भमाख्यातं भित्तिः सूर्यपदोद्भवा ॥२३॥ સમ અને શુદ્ધ છંદનું સેળ ભાગનું સમચોરસ ક્ષેત્ર કરવું. તેમાં ચાર ભાગને ગભારે કરે અને બાર ભાગની (બ્રમણી સહિત) ભિત્તિ કરવી. ૨૩.