________________
નવમ રત્ન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૩૩૩
एते समतला ज्ञेयाः समनिर्गमनिर्गताः ॥
समजातिः समं सूत्रं शुद्धच्छन्दाः प्रकीर्तिताः ॥१२॥ આ પ્રાસાદે સમતલ તથા સમદલ જાણવા. સમજાતિ અને સમસૂત્રવાળા આ પ્રાસાદને શુદ્ધચ્છદના પ્રાસાદે કહ્યા છે. ૧૨.
विभक्तिभिन्नछंदानां विभक्तिसूत्रनिर्गताः॥
निर्गता गर्भसूत्रैश्च गर्भाण्येवमनेकधा ॥१३॥ પ્રાસાદની વિભક્તિને લીધે ભિન્ન ભિન્ન દેનાં તલે સમદલ, ગર્ભસૂત્ર એટલે અર્ધભાગે (અને હસ્તાંગુલ પણ) નીકળતાં કરવામાં આવે છે. તેવી જ રીતે ગભારા પણ અનેક પ્રકારના થાય છે. ૧૩.
समाश्च विषमाश्चैव समाश्चैव तथा समाः ॥
विषमा विषमा ज्ञेया विषमाः कीर्तिताः समाः ॥१४॥
સમ પ્રાસાદોને વિષમ ગભારે તથા સમ પ્રાસાદેને સમ ગભારે પણ કરે. વિષમને વિષમ તથા વિષમ પ્રાસાદને સમ ગભારો પણ કરી શકાય છે. ૧૪.
विचित्राङ्गा विभक्ताश्च विचित्रं सूत्रनिर्गताः ॥
विचित्रशिखराकाराः कर्मवैचित्र्यशोभिताः ॥१५॥ વળી આ પ્રાસાદો અનેક પ્રકારના અંગવાળા તેમજ વિભક્તિવાળા તથા નાના પ્રકારના સૂત્રોથી નીકળતા અને નાના પ્રકારના શિખરવાળા તથા વિચિત્ર પ્રકારનાં કર્મ ( ઈકો ) વડે સુશોભિત કરવામાં આવે છે. ૧૫.
વૈરાજ્ય પ્રાસાદ પ્રથમ. वैराज्यञ्च प्रवक्ष्यामि प्रासादं सर्वकामदम् ॥
यत्र विश्राम्यते रुद्रो विष्णुब्रह्मा रविस्तथा ॥१६॥ સર્વ કામનાઓને આપનાર વૈરાજ્ય પ્રસાદનું લક્ષણ કહું છું. જેમાં રૂદ્ર, વિપશુ, બ્રહ્મા અને સૂર્ય નિવાસ કરે છે અર્થાત્ આ પ્રાસાદ રૂદ્ર, વિષ્ણુ, બ્રહ્મા અને સૂર્યને માટે કર. ૧૬.
एकद्वारञ्चतुरिं द्वारत्रयमथोच्यते ॥
द्वारद्वयश्च कर्तव्यं दूषणं न कदाचन ॥१७॥
એક દ્વારવાળો, ચાર દ્વારવાળે, વણ દ્વારવાળા અને બે દ્વારવાળે પ્રાસાદ કરે. તેમાં દેવું લાગતું નથી. ૧૭.