________________
[ પ્રથમ રત્ન
શિ૯૫ રત્નાકર આયાદિ એકવીસ અંગનાં નામ.
૧ આય ઉપજાવો. ૨ ક્ષેત્રફળ ઉપાવવું. ૩ નક્ષત્ર ઉપજાવવું. ૪ નક્ષત્રના ગણ. પ નક્ષત્રની દિશા. ૬ નક્ષત્ર વેર. ૭ વ્યય.
૮ તારા. ૯ નાડી. ૧૦ રાશિ. ૧૧ રાશિ સ્વામિ મિત્રતા. ૧૨ નામાક્ષર. ૧૩ અંશક. ૧૪ લગ્ન.
૧૫ તિથિ. ૧૬ વાર. ૧૭ કરણ. ૧૮ ગ. ૧૯ વર્ગ. ૨૦ તત્વ. ૨૧ ક્ષેત્રને આવરદા.
આય, નક્ષત્ર વિગેરે મેળવવાના સ્થાન વિષે. भित्तिमध्ये गृहे मानं तन्मध्ये शयनासने ॥
प्रासादे भित्तिबाह्येषु मंडपे च सुरालये ॥ ३४॥ ગૃહાદિમાં ભિત્તિની અંદરથી માપ લઈ ગણિત મેળવવું અને શયનાસન અર્થાત્ ખાટલે, પલંગ વિગેરેનું માપ પણ અંદરના ગાળેથી લેવું અથવા પલંગની બે ઈસે અને બે ઉપળાં છેડી અંદરના ગાળે માપ લેવું. દેવતાઓના પ્રાસાદ અને મંડપનું માપ ભિત્તિની બહારની બાજુએ કોંએ લઈ ગણિત મેળવવું. ૩૪.
આય લાવવાની રીત અને આયનાં નામ. आय ऋक्षं व्ययस्तारा अंशकानि क्रमेण तु ॥ धामस्य दीर्घता व्यासे गुणिते चाष्टभाजिते ॥ ३५ ॥ ध्वजाद्याश्चैव शेषं वै लभते नात्र संशयः ।। ध्वजो धूम्रस्तथा सिंहः श्वानो वृषो खरो गजः ॥ ३६॥ ध्वाश्चैव समं दृष्ट्वा प्राच्यादिषु प्रदक्षिणाः ॥
अन्योन्याभिमुग्खास्ते च क्रमछंदानुसारतः ॥ ३७॥ આય, નક્ષત્ર, વ્યય, તારા અને અંશક, એમને દેવમંદિર અને ઘર કરવાના કાર્યમાં અનુક્રમે શુભાશુભ જોઈ આરંભ કરે.
પ્રથમ ઘર અથવા દેવમંદિરની જમીનને લાંબી તથા પહોળી માપી આવેલી લંબાઈ પહેલાઈને ગુણાકાર કરી આડે ભાગવા, શેષ જે વધે તે અનુક્રમે ધ્વજાદિ આય જાણવા. એમાં સંશય કરે નહિ.