________________
૩ર૭
અષ્ટમ રત્ન ] ગાભાદિ પ્રાસાદ લક્ષણાધિકાર
કર્ણ અને રથ ઉપર પહેલું ઈંગ કેશરી અને બીજું શ્રીવત્સ ચઢાવવું. કણિકાઓએ એકએક શગ કરવું અને આઠ (૮) પ્રત્યગ કરવાં તથા ભટ્ટે ચાર (8) ઉરશંગો ચઢાવવાં. આ પ્રાસાદનું નામ “પાર્ધવલભ” છે અને તેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુને માટે કરવામાં આવે છે. ૧૫૬, ૧૫૭, ૧૫૮. ઇતિશ્રી પાર્શ્વવલ્લભપ્રાસાદ સપ્તષષ્ટિ. તુલ ભાગ ૨૬, ઈડક ૧૧૩, તિલક ૮.
(૮) પદ્યાવૃતપ્રાસાદ દ્વિતીય ભેદ, तद्रूपं तत्प्रमाणश्च कर्णोचे तिलकं न्यसेत् ॥
पद्मावृतश्च विज्ञेयः कर्तव्यः सर्वदेवताः ॥१५९॥ પૂર્વ પ્રાસાદના માને તલ અને સ્વરૂપ કરવું અને વિશેષમાં કર્ણ ઉપર એક તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ “પદ્માવૃત” છે અને તે સર્વ દેવોને માટે કરે. ૧૫૯.
ઈતિશ્રી પદ્માવૃતપ્રાસાદ અષ્ટષણિ, ઈડક ૧૧૩, તિલક ૧૨.
(૯) યરૂપ પ્રાસાદ તૃતીય ભેદ. तदुरूपश्च प्रकर्तव्यं प्रतिकणे तथैव च ॥
यरूपो नाम विज्ञेयः प्रासादः सुरवल्लभः ॥१०॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરી પ્રતિકણે કર્ણ સમાન તથા તિલક ચઢાવવાં. દેવતાઓને પ્રિય એવા આ પ્રાસાદનું નામ યરૂપ છે. ૧૬૦.
ઇતિશ્રી યરૂપપ્રાસાદ એકેનિસપ્તતિ, ઈડક ૧૧૩, તિલક ૨૦. (૭૦) વીરવિકમનામ શ્રી મહાવીરસ્વામીવલ્લભપ્રાસાદ
૨૪ મી વિભકિત. चतुरस्त्रीकृते क्षेत्रे चतुर्विशतिभाजिते । कर्ण त्रिभागिकं ज्ञेयं प्रतिकर्णश्च तत्समम् ॥१६॥ कर्णिका नंदिका भागा भद्रार्धञ्च चतुष्पदम् ॥ श्रीवत्सः केशरी चैव सर्वतोभद्रमेव च ॥१६२॥ रथे कर्णे प्रदातव्यं प्रत्यङ्गानि ततोऽष्टभिः॥ भद्रे चैवोरुचत्वारि कर्णिकाशृङ्गमुत्तमम् ॥१६३॥ वीरविक्रमनामोऽयं प्रासादो जिनवल्लभः।। कथितो हि मया तुभ्यं जिनार्थ लोकविश्रुतः ॥१६४॥