________________
૩૦
શિલ્ય રત્નાકર
[ અષ્ટમ રત્ન (૫૫) કેવલીનામપ્રસાદ દ્વિતીય ભેદ. कर्णे च तिलकं ज्ञेयं श्रीशैलेश्वरवल्लभः ॥
केवली नाम प्रासादः सर्वजिनेषु पूजितः ॥१३४॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ જાણવું અને કણે એક તિલક વધારવું. શ્રીશલેશ્વરને વલ્લભ એવે આ “કેવલી” નામનો પ્રસાદ જાણ અને તે સર્વજિનોમાં પૂજાયેલે છે. ૧૩૪. ઈતિશ્રી કેવલી પ્રાસાદ પચપચાશત, ઈડક ૨૧, તિલક ૪.
(૫૬) અહંન્નપ્રાસાદ તૃતીય ભેદ. भद्रे चैवोरुचत्वारि प्रासादे त्वरिनाशने ॥
दापितोऽसौ जिनेन्द्रेण चार्हन्तेन महात्मना ॥१३५॥ પૂર્વ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરવું અને ભદ્ર ચાર ઉરૂગ ચારે દિશાએ મળી ચઢાવવાં. આ પ્રાસાદનું નામ “અહંન્ત” છે અને તે મહાત્માશ્રી જિનેન્દ્ર અહંત પ્રભુએ આપેલ છે. ૧૩પ.
ઈતિશ્રી અન્તપ્રસાદ પંચાત્, ઈડક રપ, તિલક ક. (૫૭) મહેન્દ્રનામ શ્રીમલ્લિનાથવલ્લભપ્રાસાદ-૧૯ મી વિભક્તિ
चतुरस्रीकृते क्षेत्रे द्वादशपदभाजिते ॥ कर्णं भागद्वयं कार्य प्रतिरथञ्च सार्धकम् ॥१३६॥ भद्रार्धश्च द्विसार्धन्तु चतुर्दिक्षु व्यवस्थितम् ॥ कर्णे कर्मद्वयं कार्य प्रतिरथे तथैव च ॥१३७॥ द्वादशवोरुशृङ्गाणि स्थापयेच्च चतुर्दिशम् ॥
महेन्द्रश्चेति नामोऽयं जिनेन्द्रो मल्लिवल्लभः ॥१३८॥ ચોરસ ક્ષેત્રના બાર ( ૧૨ ) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ બે (૨), પ્રતિરથ ભાગ દેઢ (૧) અને અધું ભદ્ર ભાગ અઢી (રા) નું કરવું. આ પ્રમાણે ચારે દિશાએ વ્યવસ્થા કરવી. કર્ણ અને પ્રતિરથ ઉપર બે બે કર્મ કરવાં. ભટ્ટે ચારે દિશાએ મળી બાર ઉરૂગે ચઢાવવાં.
આ પ્રાસાદનું નામ મહેન્દ્ર પ્રસાદ છે અને તે ઓગણીસમા જિનેન્દ્ર શ્રીમલ્લિનાથ પ્રભુને માટે કરવામાં આવે છે. ૧૩૬, ૧૩૭, ૧૩૮.
ઈતિશ્રી શ્રી મહેન્દ્રપ્રસાદ સમપંચાશત્, તુલ ભાગ ૧૨, ઈડક ૧૮૧, તિલક ૮.