________________
૩૦૬
શિ૯૫ રત્નાકર
[ અષ્ટમ રત્ન (૩૦) શ્રિયેન્દુગાસાદ દ્વિતીય ભેદ. तद्रूपश्च प्रकर्तव्यं रथोचे तिलकं न्यसेत् ॥
श्रियेन्दु म विज्ञेयः सुरराजश्रियावहः ॥८॥
શીતલ પ્રાસાદ પ્રમાણે તલ તથા સ્વરૂપ કરી રથે એક તિલક ચઢાવવું. આ શ્રિયેન્દુ નામને પ્રસાદ જાણો અને તે ઈદ્રના વૈભવને આપનાર છે. ૮૦.
ઈતિશ્રી શ્રિયેન્દ્રપ્રસાદ ત્રિશત, ઈડક ર૨૯, તિલક ૧૬.
(૩૧) નુરાજ પ્રાસાદ તૃતીય ભેદ, नंदिकाकर्णिकायाश्च तिलकं तु सुशोभनम् ॥
दनुराजस्तदा नाम कर्तव्यश्च गृहोत्तमः ॥८॥ ઉપર પ્રમાણે તલ તથા સ્વરૂપ કરી નંદિકા અને કેણિકાઓ ઉપર એક એક સુશોભિત તિલક ચઢાવવું. આ પ્રાસાદનું નામ દનુરાજ છે અને તે પ્રાસાદમાં ઉત્તમ જાણવે. ૮૧.
ઈતિશ્રી દનુરાજપ્રસાદ એકત્રિશત, ઈડક ર૨૯ તિલક ૩૨.
(૩ર) શ્રિયાંશપ્રાસાદ-૯ મી વિભક્તિ. चतुरस्रीकृते क्षेत्रे चतुर्विंशतिभाजिते । भद्रार्धं त्रिपदं वत्स द्वौ रथी कर्णतत्समः ॥८॥ निर्गतं तत्प्रमाणेन सर्वशोभासमन्वितम् ॥ कर्णे रथे तथा भद्रे द्वे शृङ्गे तिलकं न्यसेत् ॥८॥ श्रियांशो नाम विज्ञातो विपुलश्रीविवर्धनः ॥
कार्यः सुविधिनाथाय धर्मार्थमोक्षसाधनः ॥८४॥ સમરસ ક્ષેત્રના ચોવીસ (૨૪) ભાગ કરવા. તેમાં કર્ણ, પ્રતિરથ, ઉપરથ અને ભદ્રાઈ એ સર્વે અને ત્રણ ત્રણ ભાગમાં કરવાં તથા નકારે પણ સમદલ તલ પ્રમાણે શોભાયમાન કરવાં. કર્ણ અને પ્રતિરથે બે બે શગ અને તિલક ચઢાવવા તથા ભદ્ર બે ઉરૂશંગ કરવાં. પુષ્કળ લદ્દમીની વૃદ્ધિ કરનાર તથા ધર્મ, અર્થ, મોક્ષને આપનારે આ શ્રિયાંશ નામને પ્રાસાદ જાણવો અને તે શ્રીસુવિધિનાથ પ્રભુને માટે કરે. ૮૨, ૮૩, ૮૪.
ઇતિશ્રી શ્રિયાંશપ્રાસાદ દ્વાત્રિશત, તુલભાગ ૨૪, ઈડક ૯, તિલક ૧ર.