________________
શિલ્પ રત્નાકર
[ પ્રથમ રત્ન દેવપ્રાસાદ, પ્રતિમા–મૂર્તિ, શિવલિંગ, જગતી, પીઠ, મંડપ, રાજમહેલ અને હવેલીએ મધ્યમ ગજથી માપવાં. ૧૭.
शय्यासने च यानानि छन्त्रसिंहासनादिकम् ॥
शस्त्रास्त्रकूपपात्राणि कनिष्ठेन च मापयेत् ॥ १८ ॥ શમ્યા (પલંગ, ખાટલે વગેરે), આસન, યાન (રથ, પાલખી આદિ), છત્ર, સિંહાસન, શસ્ત્રાસ્ત્ર, કૂવે, વાવ તથા પાત્રાદિ કનિષ્ઠ ગજથી માપવાં. ૧૮.
ગજના પુષ્પના દેવતાઓ દબાવવાથી થતા દો. उच्चाटनं तथा व्याधी रोगः संतापकारणम् ॥ अग्नेयं प्रजापीडा मृत्युनिर्धनपातने ॥ १९ ॥ पुष्पस्थदेवतानाच रुद्रादीनां क्रमात्तथा ॥
एते दोषाः प्रजायन्ते पीडितेन च पाणिना ॥ २०॥ ઉચ્ચાટન (વિદેશગમન), અસાધ્ય વ્યાધિ, રંગ, સંતાપનું કારણ, અગ્નિને ભય, પ્રજાઓને પીડા, મૃત્યુ, નિર્ધનતા અને નર્ક પાતક; આટલા દે પુષ્પમાં રહેલા અનુક્રમે રૂદ્રાદિ દેવતાઓને (ગજ ઉપાડતી વખતે) હાથથી પીડિત કરવા (દબાવવા)થી ઉત્પન્ન થાય છે માટે યુક્તિથી ગજને પકડે). ૧૯, ૨૦.
પુષ્પાન્તરે હસ્ત ગ્રહણથી ગુણાવગુણ. ब्रह्मानलकयोर्मध्ये पुत्रलाभो भविष्यति ॥ ब्रह्मा यमस्तयोर्मध्ये कर्ता शिल्पी च नश्यति ॥ २१ ।। विश्वानलकयोर्मध्ये निष्पन्ने पुरवृद्धिता ॥ यमवरुणयोर्मध्ये मध्यमञ्च विनिर्दिशेत् ॥ २२ ॥ त्वष्ट्रपवनयोर्मध्ये शुभं तत्सर्वकामदम् ॥
वरुणयक्षरामध्ये मध्यमश्च विनिर्दिशेत् ॥ २३ ॥ બ્રહ્મા અને અગ્નિના મધ્યમાં ગજ પકડવાથી પુત્રલાભ, બ્રહ્મા અને કાળની મધ્યમાં કર્તા અને શિલ્પીને નાશ, વિશ્વકર્મા અને અગ્નિના મધ્યમાં કાર્ય પૂર્ણ થતાં નગરની વૃદ્ધિ, કાળ અને વરૂણુના મધ્ય ભાગે મધ્યમ, વિશ્વકર્મા અને વાયુના મધ્યમાં શુભ અને સર્વ કામપ્રદ તથા વરૂણ અને કુબેરના મધ્ય ભાગમાં પકડવાથી મધ્યમ ફળની પ્રાપ્તિ થાય છે. ૨૧, ૨૨, ૨૩.