________________
પ્રથમ રત્ન ]
ગજ વિધાન रुद्रकालविरूपाश्च वसवोऽष्टौ गजाननः॥ वरुणः कार्तिकेयश्च इच्छादेवी क्रिया तथा ॥ १२ ॥ ज्ञानच धनदश्चंद्रो जयः श्रीवासुदेवकः॥
बलरामश्च कामाख्यो विष्णू रेखासु देवताः ॥ १३ ॥ હસ્તમાં એકેક આંગળના અંતરે વીસ રેખાએ કરવી (અને તેમાં અનુક્રમે નીચે આપેલા દેવતાઓ સ્થાપવા). (૧) ઇશ, (૨) વાયુ, (૩) વિશ્વેદેવા, (૪) અગ્નિ, (૫) બ્રહ્મા, (૬) સૂર્ય, (૭) રૂદ્ર, (૮) કાલ, (૯) વિશ્વકર્મા, (૧૦) અષ્ટવસુ, (૧૧) ગણેશ, (૧૨) વરૂણ, (૧૩) કાર્તિક સ્વામી, (૧૪) ઈચ્છાદેવી, (૧૫) કિયાદેવી, (૧૬) જ્ઞાનદેવ, (૧૭) કુબેર, (૧૮) ચંદ્રમા, (૧૯) જય, (૨૦) શ્રીવાસુદેવ, (૨૧) બલરામ, (૨૨) કામદેવ અને (૨૩) વિષJ. આ પ્રમાણે અનુક્રમે ત્રેવીસ રેખાઓના ત્રેવીસ દેવતાઓ જાણવા. ૧૧, ૧૨, ૧૩.
ब्रह्मणः पञ्चमं स्थानं द्विधा भक्तञ्च कारयेत् ॥
अष्टमञ्च त्रिधा भक्तं द्वादशश्च चतुर्विधम् ॥ १४ ॥ બ્રહ્મા (મધ્યભાગ સ્થિત) થી પાંચમા સ્થાનમાં બે, આઠમામાં ત્રણ અને બારમામાં ચાર રેખાઓ કરવી. ૧૪.
ચેષ્ટ, મધ્યમ અને કનિષ્ઠ હસ્તમાન. अष्टयवोदरै ज्येष्ठो मध्यमो यवसप्तभिः॥
षड्भिश्चैव लघुज्ञेयः त्रिविधं हस्तलक्षणम् ॥ १५ ॥ ઉત્તમ આઠ આડા જવના આંગળ પ્રમાણુથી બનેલે ચાવીસ માત્રાના હસ્ત ક, સાત આડા જવથી મધ્યમ અને છ આડા જવથી કનિષ્ઠ માનને જાણ. આ પ્રમાણે વિવિધ હસ્તમાન બનાવવામાં આવે છે. ૧૫.
नगरग्रामखेटादीन् क्रोशादियोजनादिकम् ॥
वनोपवनमार्गादीन् ज्येष्ठहस्तेन मापयेत् ॥ १६ ॥ નગર, ગ્રામ, બેટ, કેશ અને રાજનાદિ તેમજ વન, ઉપવન (બગીચાઓ ) તથા માદિ ગજથી માપવા. ૧૬.
प्रासादप्रतिमालिङ्गं जगतीपीठमंडपान् ॥ राज्ञां निवासहाणि मध्यमेन च मापयेत् ॥ १७ ॥