________________
૧૪
જેના પર હિન્દી કલા અને સ્થાપત્યનું ભાવી અવલંબે છે એવાં કેળવાયેલાં વિવેકી સ્ત્રીપુરમાં આ બાબતને ઉડે રસ અને વિચાર જાગૃત કરશે.
વી.વી. વડનેકર, એલ. આર. આઈ.બીએ(લંડન).
ચાર્ટ આર્કીટેક, કલા અને સ્થાપત્યના આચાર્ય, કલાભવન, વડોદરા,
મહાગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર, વડોદરા રાજ્યના પ્રેસરીપસ ખાતાના અધિકારી અને સાક્ષર રા. રા. શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ એમ. એ. એમને અભિપ્રાયઃ
શ્રીયુત નર્મદાશંકર મુળજીભાઈ સોમપુરા રચિત શિલ્પરત્નાકર નામનો ગ્રંથ હું જોઈ ગયો. ગ્રંથ જોયા પછી શ્રીયુત નર્મદાશંકર જેવા સ્થપતિ માટે મને બહુ માની લાગણી થઈ આવી. સર્વ જીવન ક્રિયાને શાસ્ત્ર બનાવી દેતી આર્ય સંસ્કૃતિ શિલ્પ અને સ્થાપત્યને પણ શાસ્ત્ર કેવી રીતે બનાવી રહી હતી તેનું પ્રત્યક્ષ દષ્ટાંત મને શિલ્પરનાકરના વાંચનમાંથી મળ્યું છે.
ગણિતની પુરી કસાઇ, દેશ કાળ પ્રસંગ અને પંથ વિશિષ્ટતાની સાચવણી, કલાના રૂટ નિયમે, અને છતાં નવીન કલ્પનાને રહેતે અવકાશ એ સર્વનું સુભગ મિશ્રણ આપણું શિલ્પશાસ્ત્રમાં કેવી રીતે થયું છે એ આ ગ્રંથની વાંચનથી બહુજ સ્પષ્ટ થાય છે. પાયાથી માંડી શિખર કળશ સુધીની રચનાનું શાસ્ત્રીય જ્ઞાન આ ગ્રંથમાંથી મળી આવે છે, અને આધારભૂત શિપબ્રેથોના બ્લેક અને તેમનાં ભાષાન્તર દ્વારા જ્ઞાનવૃદ્ધિ સાથે આપણા પૂર્વકાલીન શાસ્ત્ર માટે માન અને અભિમાની લાગણી પુસ્તક જેવાં ઉત્પન્ન થાય છે. જ્ઞાનની દૃષ્ટિએ આ ગ્રંથ અત્યંત કીમતી હેઈ નવા અને જુના સ્થપતિઓએ તેને પોતાની પાસે નિત્ય રાખવા જેવું છે. પશ્ચિમાત્ય શિલ્પશાસ્ત્રનું યુનિવર્સીટીદ્વારા જ્ઞાન મેળવી આપણા દેશનાં મકાને, મંદિર, પ્રાસાદે, મૂર્તિઓ અને સાર્વજનિક બાંધકામે રચવાની હીમ્મત કરનારા પદવિધરે આવા ગ્રંથો તરફ અગર ગ્રંથમાં સંગ્રહાયેલા નિયમ પ્રમાણે રચાયેલાં યુગ યુગ સુધી જીવતાં આપણું પ્રાચીન બાંધકામે તરફ રે દૃષ્ટિ કરે તે મહેન્ડાનાં કદરૂપાં ખાને બદલે તેઓ વધારે સુશોભિન, સગવડભર્યા અને દીર્ધાયુ બાંધકામની રચના કરી શકે.
શિલ્પ સ્થાપત્ય એ માનવજીવનનું અત્યંત ઉપયોગી અને મર્મભર્યું અંગ છે. એમાં પ્રજાજીવનની સુઘડતા, કલાપ્રિયતા, ઉદારતા અને ધ્યેયનાં ફેટ થઈ શકે છે. ભાઈ નર્મદાશંકરે આ ગ્રંથમાં કલાના જે ઉત્તમ નમુનાઓ શાસ્ત્રનાં દષ્ટાંત તરીકે મુક્યા છે. એથી પુસ્તકની શોભામાં અને તેના ઉપયોગીપણામાં પણ ઘણું વધારે થાય છે. આંખને અને હૃદયને આકડી રાખતાં શિલ્પરને શાસ્ત્રીય નિયમને અનુસરે છે એ જાણી આપણને એમ પણ ખાતરી થશે કે સર્વ-શિલ્પસૌન્દર્ય એ માત્ર તરંગ કે ફાંટાબાજપણું નથી. એ સૌન્દર્ય નિયમ પાલનથી. સંયમથીજ પ્રાપ્ત થાય છે.
એ નમૂનાઓના વર્તમાન યુગને સમજાય એવા વિગતવાર નકશા પણ જુના શાસ્ત્રને નવીન સ્વરૂપમાં રજુ કરે એમ છે. ગુજરાત, દક્ષિણ, માળવા, રાજપૂતાના અને યુક્તપ્રાન્તની સીમાને બાંધતા મધ્યહીં પ્રદેશને માફક આવેલી સ્થાપત્ય શ્રેણીના પુસ્તકમાં આપેલા નમૂન હજી પણ આપણું શિપની કલગી સરખા છે. દેલવાડાનાં જનમંદિર, અમદાવાદવાળી હઠીસીંગની વાડી, વડોદરા રાજ્યનું મોઢેરા સૂર્ય મંદિર, તારંગાનાં દેરાસર, અને વડનગરની કમાન એ સઘળાં આજે પણ આપણી સ્થાપત્ય કળાના ગર્વ ઉપજાવતા નમૂના છે જેમનાં ચિત્રોથી પુસ્તકને અત્યંત ભાયમાન પણ બનાવવામાં આવ્યું છે.