________________
૧૩
his work, the first of its kind in Gujrati literature, would stimulate thought and keen interest among those discerning men and womenthe cultured public-on whom the future of the development of Indian Art and Architecture depends.
(Sd.) V. V. Vadnerkar,
1. R. I. B, A. (LONDON). GIIARTERED ARCHITECT, Head of the Department of Arts and Architecture, Kala Bhavan, Baroda.
(ઉપરના અંગ્રેજી અભિપ્રાયનું ભાષાન્તર) ગઈ કેટલીય સદીઓથી વિદેશી આક્રમણોથી હિન્દી સ્થાપત્ય કલાને ધણું શોધવું પડ્યું છે. છતાંય તે સ્થાપત્યની પ્રથા વંશપરંપરાગત સાચી કારીગરીથી હિન્દમાં આજે ય અખંડ અને જીવતી જાગતી રહી છે. અત્યારે પણ હિન્દી સ્થાપત્ય અને શિપને લગતા કેટલાએ સંસ્કૃત હસ્તલિખિત ગ્રંથ સ્વભાવે રઢિચુસ્ત લોકોના કબજામાં છે. આધુનિક યુગમાં સ્થાપત્યકાર અને તજજ્ઞ વિદ્વાન હોય એવી એકજ વ્યકિત મળવી દુર્લભ હોય છે, અને કદાચ એવી વ્યક્તિ જડી આવે તો પણ તેને માટે આ કલાના થેની હસ્તલિખિત પ્રતે શેધવી અને ભેગી કરવી, અને એ રીતે સંગ્રહેલી સામગ્રીને વાંચી, સમજી તેને સમન્વય કરી ઉચિત ગુજરાતી પરિભાષામાં તેનો અર્થબંધ કરે એ કંઈ સહેલું કામ નથી.
આવું ભગીરથ કાર્ય ઉડાવવા માટે શિલ્પશાસ્ત્રી શ્રીયુત નર્મદાશંકર મૂળજીભાઈ સોમપુરાને ખરેખર અભિનંદન ઘટે છે. આ “શિલ્પરત્નાકર” આપણું પ્રાચીન હિન્દી સ્થાપત્ય વિષે પ્રમાણ ગ્રંથ છે. અત્યાર સુધી અલભ્ય ગણાતી સઘળી માહિતી આ ગ્રંથમાં મળે છે. કળા કૌશલ્યના શાસ્ત્રીય નિયમે, પ્રત્યક્ષ બાંધકામ, સૌન્દર્ય અને ધાર્મિક વૃત્તિ વગેરે વિવિધ કુટિલ પ્રશ્નોની વિગતવાર ચર્ચાથી ભરપૂર આ ગ્રંથ સર્વાંગસંપૂર્ણ ગણી શકાય. વળી લેખકે આવી કઠણું સ્થાપત્ય કલાના નિયમનું ખ્યાન, કલાના ઉગમ અને વિકાસનાં વર્ણને એવી તે સચેટ શૈલીથી સરળ ભાષામાં ક્યાં છે કે એ કલાના નવા અભ્યાસીને પણ એમાં ઉડે રસ પડે.
અપરાજિત', “ક્ષીરાવ', “સૂત્રસંતાન”, “દીપાર્ણવ ', “વૃક્ષાર્ણવ ', “વાસ્તુકોસુક', વાસ્તુમંડલ ', “વાસ્તુમંજરી”, “વાસ્તુસાર ', જેવા પ્રાચીન સ્થાપત્ય પ્રથામાંથી ઉપગી સર્વ સામગ્રી આમાં પુષ્કળ સંગ્રહી છે, તેમજ “પ્રાસાદમંડન ” અને “ રૂપમંડ ” જેવી પુસ્તિકાઓ સમગ્ર રીતે આમાં સમાવી લીધેલ છે.
સ્થાપત્યનાં અર્થબોધક ટીપણે અને અસંખ્ય ચિત્રો, ફોટોગ્રાફ અને માહિતી ઇત્યાદિ. સુવ્યવસ્થિત વર્ગીકરણ અને સુંદર સંકલનથી પુસ્તકનું વાસ્તુદર્શન સરળ બન્યું છે.
આ ગ્રંથ પ્રકાશનથી શિલ્પશાસ્ત્રી ન. મ. સોમપુરીએ હિન્દી સ્થાપત્યની ભારે સેવા બજાવી છે અને મને સંપૂર્ણ ખાત્રી છે કે ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારના આ સૌથી પ્રથમ પુસ્તકથી