________________
શાસ્ત્ર અને પ્રત્યક્ષ કળાનું સંમિશ્રણ કરતે આ શિ૯૫ રત્નાકર ગ્રંથ ગુજરાતી ભાષામાં અજોડ છે. ભાઈ નર્મદાશંકરની વિદ્વત્તા અને ખંત પ્રશંસાપાત્ર છે. કલાકાર અને કારીગર કહેવાતા વર્ગ તરફ જરા ઉંચાપણાથી નીહાળતા ભણેલાઓ આ ગ્રંથ જેશે તે તેમને શ્રી, નર્મદાશંકરની કલાભાવના, વિદ્વત્તા અને અનુભવ પ્રત્યે જરૂર માને ઉત્પન્ન થશે. તેઓ માત્ર લેખક નથી. તેમને હાથે વર્તમાન યુગનાં કેટલાંયે સ્થાપત્ય રચાયાં છે.
ગ્રંથને સંપૂર્ણ સફળતા અને સહાય મળે એમ હું ઇચ્છું છું. ગુજરાત આ ગ્રંથને નહીં સત્યારે તે કયા ગ્રંથને સરકારશે ?
રમણલાલ વ. દેસાઈ
૨૩ જુલાઈ ૧૯૩૯
વડેદરા.
ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત રે. રવિશંકર મ. રાવળ (અમદાવાદ) એમને અભિપ્રાયઃશિલ્પશાસ્ત્રી શ્રીમાન નર્મદાશંકરભાઇ,
આપે “શિલ્પરત્નાકર' ગ્રંથ ગુજરાતી ભાષામાં ઉતારીને ભારતીય સંસ્કૃતિની પરમ સેવા કરી છે. અનેક સૈકાઓથી સિદ્ધ થયેલી આપણું સ્થાપત્ય વિદ્યાને સાંગોપાંગ અભ્યાસ ધરાવતા વિદ્વાનોમાં આપનું નામ આથી અમર થશે.
ઇગ્રેજી ભાષાધારા હિંદી સ્થાપત્યનું અધકચરું જ્ઞાન પામેલા ઈજનેરે અને આખી ફિટને આપના આ ગ્રંથના અનુશીલનથી બહુજ લાભ થશે. ઉપરાંત દેશી ભાષાભાષી આપણુ દેશના કારીગને આ ગ્રંથમાંથી ભારતીય કળાના સ્વરૂપનું વિધિયુકત જ્ઞાન મળશે. અને તેની અસરથી મકાને ( ફરનીચર), ઉપસ્કરે અને વપરાશના બીજા પદાર્થો ભારતીય સ્વરૂપ પામશે. સાહિત્યકારને પણ આમાંથી સાચી પરિભાષા મળી રહેશે. અનેક રીતે ઉપકારક થાય એવો આ ગ્રંથ પૂર્ણ લેક આદરને પાત્ર થાય અને આપને શ્રમ સફળ થાય એવું હૃદયપૂર્વક ઈચ્છું છું.
રવિશંકર મ. રાવળ.