________________
પંચમ રત્ન ]
નિર્દોષ પ્રકરણ ઘરના ઓરડા કરતાં પરસાળ (ઓસરી) નીચી કરવી અને પરસાળ કરતાં છુટ પરસાળ નીચી કરવી. તેવી રીતે જેટલા આગળના ખડે હોય તે બધા એકએકથી જૂન કરવા પણ ઉચા કરવા નહિ. ૧૬૬.
સમૂલ ઘર વિષે. कर्णाधिकञ्च हीनास्यं यद् गृहं तादृशं भवेत् ॥
समूलं तद्विजानीयात् हन्यते बन्धुवान्धवः ॥१६७॥
જે ઘરના ઓરડાને કરે લાંબો હોય અને પછીત ટુંકી હોય તે તેવું ઘર સમૂળ કહેવાય. તેવા ઘરમાં રહેનારના પરિવારને નાશ થાય. માટે ઓરડો જરા પહોળો રાખવો અને લખાણમાં જરા ટુંકે રાખ. ૧૬૭
પ્રતિકાર ઘર વિષે. पृष्ठे बाहुसमे मृत्युभरवास्तु यदा भवेत् ॥
प्रतिकार्यश्च तद् विद्याद् न वासं तत्र कारयेत् ॥१६८॥
જે ઘરની પછીતે અથવા બાજુના કરે બારણું હોય તે ઘરને પ્રતિકાર્ય (પ્રતિકાર) ઘર કહે છે. તેવા ઘર વિષે વાસ ન કરે. ૧૬૮.
અંતક ઘર વિષે. वामे ज्येष्ठं भवेत्तत्र दक्षिणे च कनिष्ठिकम् ॥
अंतकाख्यं भवेद् वेश्म हन्यते कुलसंपदः ॥१६९॥
એક ઘરનાં બે ઘર કરેલાં હેયતેમાં ડાબી બાજુનું મોટું અને જમણી તરફનું ઘર નાનું હોય તે તે ઘર અંતક કહેવાય અને તે કુલની સંપત્તિને નાશ કરે. (માટે બને ઘર સરખાં કરવાં અગર જમણું મેટું કરવું અને મોટું ઘર મોટા ભાઈને રહેવા આપવું તે દેષ નથી). ૧૬૯.
ઘરના ખૂણાવેધ વિષે. त्रिकोणं पंचकोणं वा रथाकारं तथैव च ॥
वेधश्च नाडिरेखाणां ताराया वंशनाशकः ॥१७॥
ઘરના ત્રણ ખૂણું પડે અથવા પાંચ ખણુ પડે તેવું ઘર કરવામાં આવે છે તથા રથના આકારે (પાછળ પહોળું અને આગળ સાંકડું) તેમજ નાડી, રેખા અને તારાને વેધ જેમાં હોય તેવું ઘર વંશને નાશક્ત થાય છે. ૧૭૦.
૨૭.