________________
૨૬ શિલ્પ રત્નાકર
[ પંચમ રત્ન यापीमण्डपगेहानां तृतीयस्तंभवर्जनम् ॥
शिल्पिनो नरकं यान्ति स्वामिसर्वधनक्षयः ॥१५॥ વાવ, મંડપ અને ઘરમાં ત્રણ થાંભલા મૂકવા નહિ અર્થાત્ બે, ચાર અથવા છે એમ બેકી સંખ્યાના થાંભલાઓ મૂકવા. અને જે એકી થાંભલા મૂકવામાં આવે તે શિલ્પીઓ નકમાં પડે અને ઘર કરાવનાર સ્વામીના સર્વ ધનનો નાશ થાય. ૧પ. ટીપ:-પ્રાસાદમાં પ્રવેશ કરતાં ડાબી કે જમણી બાજુ એકી થાંભલા કરવાથી બાહુહીન થાય માટે કરવા નહિ. પણ પ્રાસાદની લંબાઈમાં પદના હિસાબે કરવાથી દેવ આવતો નથી. 'पदलोपं दिशालोपं गर्भलोपं तथैव च ॥
उभौ तौ नरकं यातः स्थापकः स्थपकः सदा ॥१५२॥ પ્રાસાદમાં પલેપ, દિશાલેપ તથા ગર્ભલેપ થાય તે પ્રાસાદ કરાવનાર તથા કરનાર બને સદાના માટે નરકે જાય છે. ઉપર. .
थरभङ्गो यदा यस्य कोपितास्तत्र देवताः ॥ शिल्पिनश्च क्षयं यान्ति तद्भवेत् स्वामिमृत्युदम् ॥१५॥
જો દેવાલયના ઈટો કે પાષાણના થરને ભંગ કરવામાં આવે તે તેમાં રહેલા દેવતાઓ કે પાયમાન થાય છે અને તેથી શિલ્પીઓને ક્ષય થાય છે તથા તેવું દેવાલય સ્વામીનું મૃત્યુકર્તા નિવડે છે. ૧૫૩.
शुचिमुग्वं भवेच्छिद्रं पृष्ठे यदा करोति च ॥
प्रासादे न भवेत्पूजा गृहे क्रीडन्ति राक्षसाः ॥१५४।। પ્રાસાદ અથવા ઘરની પછીતના ભાગમાં રેયના મુખ જેવડું છિદ્ર રહી જાય અગર રાખે તો તેવા પ્રાસાદમાં દેવપૂજા થતી નથી અને ઘરમાં રાક્ષસે નિવાસ કરી કીડા કરે છે. ૧પ૪.
શાસ્ત્રના રિલ્ય આત્મિકુક્તિ મળે છે.
तत्फलं सवतो नास्ति प्रासादमठमंदिरम् ॥१५॥
શાસ્ત્રની મર્યાદા અને વિધિને ત્યાગ કરી જે કર્તા કેવળ પિતાની બુદ્ધિને ઉપયોગ કરી પ્રાસાદ; મઠ કે મંદિર કરે છે તે સર્વથા નિષ્ફળ જાય છે. અર્થાત્ કેવળ બુદ્ધિના આધારે કરેલા પ્રાસાદ, મઠ કે મંદિરનું સમગ્ર ફળ નાશ પામે છે. માટે શાસ્ત્રમાર્ગ છેડી અહં બુદ્ધિથી કદાપિ કાર્ય કરવું નહિ. ૧૫૫.