SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ રત્ન ] નિર્દોષ પ્રકરણ. ૨૦૫ જગતીથી શાલા ( શણગાર ચોકી ) નીચી કરવી નહિ તેમજ શાલાથી મંડપ નીચા કરવા નહિ અને મંડપથી પ્રાસાદના ગભારે! નીચે કરવા નહિ; કેમકે નીચા કરવાથી પ્રાસાદ દ્વાષકારક થાય છે. ૧૪૫. प्रासादोच्छ्रयविस्तारो जगती वामदक्षिणे ॥ छायाभेदो न कर्तव्यस्तथा लिङ्गस्य पीठिका ॥ १४६ ॥ જગતી ડાખી તથા જમણી બાજુએ પ્રાસાદના પ્રમાણથી ઉંચાઈ તથા પહેાળાઇમાં સરખી રાખવી અને છાયાભેદ ( પહેાળા અથવા સાંકડા ) કરવા નહિ તેવીજ રીતે લિંગની પીડ ( જળાધારી ) પણ બન્ને બાજુએ સરખી રાખવી જોઇએ, લિગથી એક તરફ પહેાળી અને બીજી તરફ સાંકડી હોવી જોઇએ નહિ. ૧૪૯, छन्दभेदो न कर्तव्यः प्रासादमठमंदिरे ॥ स्त्रीमृत्यु शोकसन्तापपुत्रपतिधनक्षयः ॥ १४७॥ પ્રાસાદ, મઠ તથા મંદિરમાં છદ્મભેદ કરવા નહિ; કેમકે છંદભેદ કરવાથી સ્ત્રીનુ મૃત્યુ, શોક, સંતાપ તથા પુત્ર, પતિ અને ધનનો નાશ થાય છે. ૧૪૭, राजमार्गान्तरे वेधो न प्राकारान्तरेऽपि च ॥ स्तंभपदादिवेधस्तु न भित्यन्तरतो भवेत् ॥ १४८ ॥ રાજમા અથવા પ્રાકાર ( કાટ, કિલ્લો ) વચમાં આવતા હોય તે સામસામાં દેવાલયે કરવામાં વેષદોષ લાગતો નથી તેમજ સ્તંભાના પદોના વેધ પણ જો વચમાં ભિત્તિનુ' અંતર પડતુ હોય તો લાગતો નથી. ૧૪૮, पादहीनं न कर्तव्यं प्रासादमठमंदिरम् ॥ एकस्तंभे कृते द्वारे पुत्रपतिधनक्षयः ॥ १४९ ॥ પ્રાસાદ, મઠ તથા સંદિરે પદહીન કરવાં નહિ, દ્વારની વચ્ચે એક થાંભલે આવે તે પુત્ર, પતિ અને ધનના ક્ષય થાય છે. ૧૪૯. स्तंभिकाकुभिका सर्वतलमानं न लोपयेत् ॥ उदुम्बरशिरं सर्व समसूत्रश्च कारयेत् ॥ १५०॥ સ્તંભો અને કુલિએ; એ સર્વનુ` તલમાન લેવું હું અને તે સ`ખરાના મથાળાએ સમસૂત્રમાં રાખવાં. ૧૫૦.
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy