________________
૨૦૪
શિલ્પ રત્નાકર
स्तंभव्यासोदये हीने कर्ता तत्र विनश्यति ॥ प्रासादे पीठहीने तु नश्यन्ति गजवाजिनः ॥१४०॥
[પચમ રત્ન
સ્તભા પહેાળાઇ અને ઊઁચાઇમાં પ્રમાણહીન કરવાથી કર્તાના નાશ થાય છે તથા પીઠહીન પ્રાસાદ કરવાથી હાથી અને ઘેાડાઓના નાશ થાય છે. ૧૪૦.
रथोपरथहीने तु प्रजापीडां विनिर्दिशेत् ॥ कर्णहीने तु प्रासादे फलं नैव हि विस्तरे ॥१४९॥
રથ અને ઉપરથહીન પ્રાસાદ કરવાથી પ્રજાને પીડા કર્તા થાય તથા ક હીન પ્રાસાદ થાય તે પ્રાસાદ કરાવ્યાનું કઇ પણ ફળ પ્રાપ્ત થતું નથી. ૧૪૧.
जंघाहीने हरेद् बन्धुं कर्तृकारादिकं तथा ॥ शिखरे हीनमाने तु पुत्रपौत्रधनक्षयः ॥ १४२ ॥
જંઘાહીન પ્રાસાદ કરવાથી બધુ, કાં અને કરાવનાર આદિને નાશ થાય તેમજ માનહીન શિખર કરવાથી પુત્ર, પાત્ર અને ધનનો ક્ષય થાય. ૧૪૨.
अतिदीर्घे कुलच्छेदो ह्रस्वे व्याधिसमुद्भवः ॥ तस्माच्छास्त्रकृते माने सुखदं सर्वकामदम् ॥१४३॥
પ્રાસાદ પ્રમાણથી ઘણે ઉંચા કરવામાં આવે તે ફુલના નાશ થાય. અને પ્રમાણથી નીચા કરવામાં આવે તે વ્યાધિની ઉત્પત્તિ થાય. તેથી શાસ્ત્રમાં કહેલા પ્રમાણથી પ્રાસાદનું માન કરવું તે સર્વ પ્રકારનાં સુખ તથા કામનાએને આપનાર જાણવું ૧૪૩.
मानप्रमाणसंयुक्ता शास्त्रदृष्टिश्च कारयेत् ॥
आयुः पूर्णश्च सौभाग्यं लभते पुत्रपौत्रकम् ॥ ९४४ ॥
માન અને પ્રમાણુ સયુક્ત શાસ્રષ્ટિથી ઘર અથવા પ્રાસાદ કરવાથી પૂર્ણ આયુષ્યની સાથે સાભાગ્યવૃદ્ધિ અને પુત્રપાત્રાદિકનુ પૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. ૧૪૪.
જગતીથી મડપાદિ નીચા કરવાથી દોષ
जगत्या न लोप्या शाला शालातश्चैव मण्डपः ॥ प्रासादे म डपेनैव ग्रस्ते वै दोषकारकम् ॥ १४५ ॥