________________
પમ રત્ન 3
નાગર પ્રાસાદનાં લક્ષણ.
૧૨૯
આમલસારામાં તાંબાનું અથવા સાનાનુ બનાવેલું ધૃતપાત્ર મૂકવું તેમજ સોનાને બનાવેલા પ્રાસાદપુરૂષ પધરાવવા અને તેને ચાંદીના પલ`ગ ઉપર રેશમી ગાદલુ, ઓશિકું અને ઓછાડ પાથરી સૂવાડવા.
પલંગના ચારે પાયાની પાસે ચાર કુÀા મૂકવા અને તે સુવર્ણ દ્રવ્ય યુક્ત તથા પોતાની મુદ્રા-ચિન્હ સ્વરૂપથી મુદ્રિત કરેલા મૂકવા અર્થાત્ પલંગના ચારે પાયાની પાસે મૂકવાના જે નિધિકુભા કરવા કહેલા છે તે તાંબા અથવા સેનાના કરવા અને તેમાં સેના નાણું નાખવું તથા જે નિધિના તે કુભ હોય તેની મુદ્રા તેના ઉપર અંકિત કરવી. જેમકે શખ નામનો નિધિકુ ંભ હોય તે તે કુંભ ઉપર શંખનુ ચિન્હ કરવું, મહાપદ્મ હોય તે કમળ અને કચ્છપ હોય તે કાચબાની મુદ્રાથી મુદ્રિત કરવા કે જેથી અમુક નામના નિધિકુંભ છે તે સ્પષ્ટ રીતે આળખી શકાય. તે નિધિકુબા ક્રમે શ`ખ, પદ્મ, મહાપદ્મ અને મકર નામના જાણવા. ૭૩, ૭૪, ૭૫.
પ્રાસાદના ધ્વજાદડનું પ્રથમ પ્રમાણુ.
प्रासादन्यासमानेन दण्डमानं प्रकीर्तितम् ॥ मध्यं हीनं दशांशेन पञ्चमांशेन चावरम् ॥७६ ||
.
પ્રાસાદ કણે ( રેખાએ ) જેટલા પહાળે! હોય તે પ્રમાણે વાદડ લાંબો કરવે તે જ્યેષ્ઠ માન, તેમાંથી દશમા ભાગે નાના કરવાથી મધ્યમ માન અને પાંચમા ભાગે નાને કરવાથી કનિષ્ઠ માનના ( ધ્વજાદંડ ) જાણવા. ૭૬.
દ્વિતીય પ્રમાણુ.
दण्डः कार्यस्तृतीयांशे शिलातः कलशान्तिकम् ॥ मध्यमष्टांशहीनेऽसौ षड्भागश्च कनिष्ठिकः ॥७७॥
શિલા એટલે જગતીના મથાળાથી કલશની ટોચ સુધી ઉંચાઈના ત્રણ ભાગે કરી એક ભાગ જેટલે લાંબે ધ્વજાઇડ કરવા, આ જ્યેષ્ઠ માન જાણવું, તેમાંથી આઠમા અશે નાના કરવાથી મધ્યમ માન અને છઠ્ઠા ભાગે નાના કરવામાં આવે તો કનિષ્ઠ માનને ધ્વજાદંડ જાણવા. ૭૭.
તૃતીય પ્રમાણુ.
मूलरेखाप्रमाणेन कनिष्ठं दण्डसंभवम् ॥ मध्यमं द्वादशांशेन षडंशेन तथोत्तमम् ॥७८॥