________________
૧૮૬ શિલ્પ રત્નાકર.
[ પંચમ રત્ન પદ્રકેશ (કંધના બાંધણા) માં સાત (૭) ભાગ કરવા. તેમાં એક (૧) ભાગની ગ્રીવા ઉચી, આમલસા ભાગ દેઢ ઉચે અને પદ્મપત્ર (ચંદ્રસ અથવા ગલત) તથા ઝાંઝરી પાણ પણુ (ા) ભાગની કરવી..
કલશ ત્રણ (૩) ભાગ ઉચું અને બે (૨) ભાગ પહોળા કરો. પ્રાસાદ કણે પહેળો હોય તેના આઠમા ભાગે કલશ (ડુ) પહેલું કરવું અને પહેલાઇથી દેતું ઉચું કરવું. સોળમા ભાગે પહોળાઈમાં વધારવાથી શ્રેષ્ઠ તથા બત્રીસમા ભાગે વધારવાથી મધ્યમ માનનો કલશ જાણ. આ પ્રમાણે ઈ ડકનું ત્રિવિધ માન જાણવું તે સર્વ કામનાઓને પૂર્ણ કરનારું છે. પ૯, ૬૦, ૬૧.
કલશનું બીજું પ્રમાણુ. पत्रमांशेन रेखायाः पृथुत्वं तस्य कारयेत् ॥ घण्टाविस्तारपादेन तस्य पादयुतं पुनः ॥६॥ कुर्यात्कलशविस्तारमुच्छयं तस्य सार्धकम् ॥
नागरे लतिने स्वस्थं सांधारे चैव मिश्रके ॥६३॥
મૂલ રેખાની ( પાયચાની) પહોળાઈના પાંચમા ભાગે કલશની પહોળાઈ કરવી અથવા આમલસારાની પહોળાઈના ચોથા ભાગે કલશ પહોળો કરે અને તેમાં લશને આવેલા પ્રમાણને ચિ ભાગ વધારે. આ પ્રમાણે કલશને વિસ્તાર કરે અને દેઢે ઉચે કરે. લતિનાદિ, નાગરાદિ, સાંધારાદિ અને મિશ્રકાદિ જાતિના પ્રાસાદને કલશનું આ માન ચગ્ય છે. ૬૨, ૬૩.
કલશના ઘાટના ભાગે. उच्छ्रयं नवभागश्च विस्तारं षड्भागिकम् ।। प्रमाणे सूत्रमाख्यातं कलशं सर्वकामदम् ॥६४॥ ग्रीवा पीठं भवेद् भागः त्रिभागेनाण्डकं तथा ॥ कर्णिके भागतुल्ये च त्रिभागं बीजपूरकम् ॥६५॥
ग्रीवा द्वौ पीठमध द्वौ षड्भागविस्तराण्डकम् ॥६॥ કલશ ઉચો નવ ભાગને અને પહેળે છ ભાગનો કર. પ્રમાણમાં કહેલા સૂત્રાનુસાર કલશ કરવાથી સર્વ કામનાઓને આપનારે થાય છે.
ગ્રીવા (ગળું ) તથા પીઠ (નીચેની ગલત) મળી એક (૧) ભાગ, અંડક ત્રણ (૩) ભાગ, છજજી તથા કણું એકેક ભાગ અને બીજપૂર (ડેડલે) ત્રણ (૩) ભાગને કરવો.