________________
ચતુર્થ રત્ન ]
વિધાન. चतुर्थकं लिङ्गप्रणालम।
यत् पञ्चमं लिङ्गशिरस्य सूत्रे॥ न्यूनाधिक हानिकरं प्रजायै।
प्रतापवृद्धिः समकायसूत्रे ॥१८॥ લિગ જાડું હોય તેને ફરતું સૂત્ર ફેરવતાં જે માપ થાય તે લિંગની પરિધિ કહેવાય ને તે પ્રથમ સૂત્ર જાણવું. તેજ સૂત્રની લંબાઈ પ્રમાણે જળાધારી પહેલી રાખવી તે બીજું સૂત્ર, એજ સૂત્રની લંબાઈના બ્રહ્મા, વિષ્ણુ અને શંકર નામે ત્રણ ભાગ કરી વિષ્ણુના બીજા ભાગ સુધી જળાધારી ઉચી અને એક ભાગ શંકર (લિંગ જળાધારીથી ઊંચું ને મળી ત્રીજું સૂત્ર, એજ સૂત્રથી લિંગ થકી જળાધારીની પ્રનાલ નીકારે રાખવી તે ચોથું સૂત્ર અને એજ સૂત્ર પ્રમાણે જળાધારી સહિત લિંગના મસ્તક સુધી માપવું, એ પાંચમું સૂત્ર જાણવું. આ પાંચ સૂત્રના પ્રમાણથી ન્યુનાધિક લિંગ અથવા જળાધારી થાય તે પ્રજાને હાનિકર્તા નિવડે અને સૂત્ર પ્રમાણે સમાન લિંગ અને જળાધારી કરે તે તેની વૃદ્ધિ થાય છે. ૧૭૯, ૧૮૦.
શિવાલયમાં લિંગપ્રવેશ વિધાન. याम्याश्रितं स्वामिविनाशहेतु
प्रवेशलिङ्गं द्विविधं सुविज्ञैः ॥ आकाशमार्गे कृतरंगमध्ये ।
प्रासाद अर्धे च ततो द्वितीयम् ॥१८॥ શિવાલયમાં દક્ષિણ દિશાએથી લિંગને પ્રવેશ કરે સ્વામીને નાશકર્તા છે. વિદ્વાનોએ લિંગપ્રવેશ બે પ્રકારે કહે છે. પહેલે આકાશ માગે એટલે અધુરા શિખરમાંથી અને બીજો અધે પ્રાસાદ થયા પછી તરંગ એટલે એતરંગ થયા બાદ ઓતરંગ ઉપરથી પ્રવેશ કર શુભ માને છે. ૧૮૧. स्वदेशसौख्यं धनराज्यवृद्धिः ।
स्वामी च नाके तु करोति चिन्ताम् ॥ स्वदेशधर्मो बहुलः प्रजायाम् ।
त्यजन्ति रोगाः पशुपुत्रलाभः ॥१८२॥