________________
૧૩
ઉપરથી એ લે કે એ શોધખોળ કરી અનેક જાતની શોધ કરી છે. પશ્ચિમના કળાકરેને અનેક જાતની મદદ મળે છે તેમજ ત્યાંના ગૃહસ્થ કળાના શોખીન હેવાથી લાખ રૂપીયા ખચી ધારેલું કામ પાર પાડે છે. આપણા હિંદુસ્થાનના રાજામહારાજાઓ અને ગૃહસ્થએ તે આ બાબતમાં પૂંજ ફેરવી છે. પિતાના એશઆરામમાં મસ્ત બનેલા રહેવાથી ગપ્પાં માની બેદરકાર બન્યા અને પ્રાચીન શાસ્ત્રોને અભ્યાસ પણ છેડ્યો અને કળાકારને મદદ કરવામાંથી પણ ગયા એટલે કળા કે કળાકારોને કોણ સંભાળે ? આવા કારણેને લઈ ભારતવર્ષની કળાને નાશ થયે છે. એક સુંદર ગુલાબને છેડ છે અને તેને સુંદર ફલે પણ આવે છે પરંતુ તેને જે પાણીરૂપી પિષણ ન મળે તે સહેજે સુકાઈ જાય એ સ્વાભાવિક છે.
કેટલાક હાલના સુધરેલા લેકે કહે છે કે લાખ રૂપીઆ ખચી દેવમંદિરે બંધાવવા અને તેમાં સુંદર કોતરણી કામ કરી નાહક પૈિસા ખચી નાખવા એ કેવળ મૂર્ખતા છે. તેના કરતાં છેકરાઓને ભણાવવા માટે સ્કુલે, બોડીગ હાઉસે વગેરે બંધાવવામાં પૈસા ખર્ચવા એ ઉત્તમ છે. જો કે તેમની આ વાત જમાના પ્રમાણે માનવા યે છે. વિદ્યા પ્રચાર માટે સ્કુલે અને બેડીગ હાઉસનિવાસગૃહે બંધાવાં જોઈએ પરંતુ એકને નિષેધ કરી બીજાની અગત્યતા બતાવવી એ કેવળ ટુકી દષ્ટિએ જોવા સરખું છે. બુદ્ધિમાનોએ તે વિશાળ દૃષ્ટિએ બન્ને બાબતોને પુરતે વિચાર કરે જઈએ. કારણ કે કળા પણ એક વિદ્યા છે અને તેની રક્ષા કરવી તથા તેના પૂજકને ઉત્તેજન આપવું એ પણ ધનવાન દેશાભિમાની પુરૂષનું કર્તવ્ય છે. વિદ્યા, કળા, વહેપાર અને ખેતી, એ કેઇપણ દેશનું ખરેખરૂં ધન છે. આપણે દેશ ધર્મપ્રધાન હોવાથી આપણી વિદ્યા, કળા, વહેપાર અને ખેતી પણ ધર્માનુકૂળ રીતે થાય એ આપણું પ્રાચીન રાષિમુનિઓને આદર્શ હતે. તેવી જ રીતે આપણું પ્રાચીન શિલ્પીઓએ પણ ધર્માનુકૂળ દેવમંદિર, રાજપ્રાસાદો અને ઘરની રચના કરેલી છે. કહ્યું છે કે –
नगराणां भूषणार्थ देवानां निलयाय च ।
लोकानां धर्महेत्वर्थ क्रीडार्थ सुरयोषिताम् ।। દેવમંદિર કે પ્રાસાદની રચના નગરની શોભા, દેના નિવાસ, લેકની ધર્મવૃદ્ધિ અને દેવાંગનાનેની ક્રીડા માટે હોય છે. ” વળી,
आलयं सर्वभूतानां विजयाय जितात्मनाम् ।
धर्मार्थकाममोक्षाणां प्राप्तिहेतुश्च कामदः ।।
પ્રાસાદ પ્રાણીમાત્રનું આશ્રય સ્થાન, વીર પુરૂષની કીર્તિ તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત તેમજ સર્વ કામનાઓને આપનારે હેય છે. ”