________________
૨૦.
કે
અને સુખકર થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે અને તેના માટે પ્રારંભમાં જ શુભ દિવસ, શુભ નક્ષત્ર અને આયાદિને પુરે વિચાર કરી પછી કાર્યારંભ કરવાને જણાવવામાં આવેલું છે. આય, નક્ષત્ર, વ્યય, તારા વગેરેના ગણીતથી ઉત્તમ પ્રકારને મેળ સાધી કાર્યારંભ કરવામાં આવે તે સુખ પ્રાપ્ત થાય છે અને તેથી વિરૂદ્ધ કાર્ય થાય તે રહેનાર દુઃખ પામે છે. આવી રીતે ગૃહપ્રવેશ માટે પણ મુહૂર્ત જેવાનું વિધાન કરેલું છે અર્થાત્ પ્રત્યેક કાર્યમાં શાસ્ત્ર સાથે કળાનું સામંજસ્ય સાધી દેવાલય કે ગૃહનિર્માણ કરવું એ શિલ્પશાસ્ત્રને મુખ્ય આશય છે. શાસ્ત્રીય પદ્ધતિએ તૈયાર થયેલાં દેવાલયે અને ગૃહ કરનાર, કરાવનારને તથા ગામ, નગર અને રાષ્ટ્રને સુખપ્રદ લાભકર્તા અને અભ્યદય સાથે કલ્યાણકર્તા માનેલાં છે. અન્યથા કરનાર, કરાવનાર તેમજ ગ્રામ, નગર અને દેશને હાનિકર્તા ગણેલાં છે. પરંતુ હાલમાં પિતાને શિક્ષિત માનતા સુધરેલા લેકે આ બધા શાસ્ત્રીય વિચારોને વહેમ માની ઉપેક્ષા વૃત્તિ દેખાડે છે. પરંતુ જે વિચાર કરવામાં આવે તે જણાઈ આવશે કે તે વહેમ નથી પરંતુ વાસ્તવિક વસ્તુસ્થિતિ છે.
આપણે બાળકની જન્મ કુંડલી કરાવીએ છીએ. તેમાં જે તેના જન્મ વખતે સાર ગ્રહને વેગ થયો હોય તો તે બાળક પરાક્રમી અને સુખી જીવન ગાળનાર થાય છે અને નબળા ગ્રહોને યોગ પડે હોય તો તે બાળક અલ્પાયુષી અને દુખી જીવન વ્યતીત કરે છે. જન્મકુંડળીમાં બાર ભુવને હોય છે અને બાર ભુવનમાં ઉચ્ચ નીચ સ્થાનોમાં પડેલા ગ્રહોના આધારે બાળકના ભાવી જીવનનો અંદાજ આપણે બાંધીએ છીએ અને તે પ્રમાણે આપણી ધારણા ઘણા પણ અંશે સાચી પડે છે. તેવી જ રીતે ઘર કે દેવમંદિર બનાવતી વખતે પણ ઉત્તમ વેગ અને અનુકૂળ નક્ષત્ર, ચંદ્ર, આય, વ્યય વગેરે આવેલાં હોય તે તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે અને ખરાબ હોય તે ખરાબ ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રાચીન ઋષિ મુનિઓની સૂમિ દૃષ્ટિ અને રચના બુદ્ધિનું કૌશલ્ય અને ખુબી છે. તેને આપણે સૂફમ વિચારના અભાવે જાણી શકતા નથી અને ઉપરછલા વિચારને વશ બની વહેમ છે એમ માને ધુતકારી કાઢીએ છીએ એ આપણી કેવળ અજ્ઞાનતા છે.
પ્રાચીન રાષિમુનિઓ ઘણા બુદ્ધિમાન અને તત્ત્વવેત્તા હતા. એમણે રચેલા ગ્રંથને સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કર્યા સિવાય વહેમ કે હંબગ ગણી કાઢવા એ આપણું અદૂરદશીપણું ગણાય. આપણાં પુરાણ વગેરે શાસ્ત્રોમાં વિમાન (વાયુમાન–એપ્લેન) ની વાત આવે છે. તેને સુધરેલા ગપ્પાં માનતા, પરંતુ બુદ્ધિમાન અને પરિશ્રમી વિદેશી વિદ્વાનોએ એને ગપ્પાં નહીં માનતાં શોધખોળ કરી વિમાન બનાવી આપણી નજર સમક્ષ મૂક્યું અને ત્યારે જ આપણે વિશ્વાસ કરતા થયા. આપણાજ ગ્રંથ