________________
૧૧
શાસ્ત્રનાં અનેક ગ્રંથરત્ન શિલ્પીઓ પાસેથી જોર જુલમથી પડાવી લઈ અગ્નિને ભેટ કરી દીધાં તેમજ અન્ય ધર્મને નાશ કરી દીનમાં લાવવાથી મોટું પુણ્ય થાય છે એવી માન્યતાથી દીન ધર્મ સ્વીકારે તેને જીવતદાન આપતા અને અસ્વીકાર કરે તેને તરવારને ઘાટ ઉતારતા. આવા જીમેને લીધે લાખ રૂપિયા ખર્ચી બનાવેલાં અદભુત કેતરણી કામવાળાં સુંદર દેવાલયના રક્ષણનું કામ અશક્ય થઈ પડ્યું હતું તો પછી નવાં તે બનાવાયજ કેમ ? આવી પરિસ્થિતિને લીધે શિલ્પશાસ્ત્રના અભ્યાસીઓની જરૂર નહિં રહેવાથી પરંપરાગત શિ૯૫વિદ્યા શીખવાનું પણ અશક્ય થઈ પડ્યું. અને કદાચ કેઇએ ગુપ્ત રીતે ગ્રંથે સાચવી રાખ્યા હશે તે કામ કરાવનારાઓના અભાવે ઉધઈને ભેગા થઈ પડ્યાં. આવી રીતે શિલ્પકળાના સુંદર ગ્રંથે છિન્નભિન્ન થઈ જવાથી કોઈની પાસે સગે પાંગ સંપૂર્ણ ગ્રંથે રહી શક્યા નહિ અને કેઈની પાસે રહ્યા તે કોઈ ગ્રંથને અર્ધો ભાગ તે કોઈના પિણે ભાગ અને કેઈન પા ભાગ રહ્યો. તેમાં પણ હસ્તલિખિત ગ્રંથે એક બીજાના ઉતારા હેવાથી અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન નહિ રહેવાથી અશુદ્ધ થઈ ગયેલા છે એટલે ગ્રંથકર્તાને આ ગ્રંથ રચવામાં શુદ્ધિ અશુદ્ધિ માટે ઘણી મુશ્કેલી વેઠવી પડી છે. તેમ છતાં ઉપરના કારણેને લઈ કોઈ ઠેકાણે ભૂલ કે અશુદ્ધિ રહી ગયેલ હોય તે વિદ્વાન વર્ગ ક્ષમા કરી મને સૂચિત કરશે તે હું તેમને આભારી થઈશ અને બીજી આવૃત્તિમાં સુધારો કરીશ.
આ ગ્રંથ રચવામાં અપરાજીત, સૂત્રસંતાન, ક્ષીરાર્ણવ (શીરાણ), દીપાર્ણવ (દીપારણ) વૃક્ષાર્ણવ, (વૃક્ષારણ), વાસ્તુકૌતુક, સમરાંગણ, વાસ્તુસાર અને નિર્દોષ વાસ્તુ; આ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથને સારાંશ તથા પ્રાસાદમંડન, રૂપમન, ચેવિસ તીર્થકરેના જિન પ્રસાદ, આયતત્ત્વ અને કુંડસિદ્ધિ, આ પાંચ ગ્રંથે સંપૂર્ણ સમાવી લીધેલા છે. તે સાથે પ્રાસાદનાં દરેક અંગો જેવાં કે જગતી, પીઠ, મહાપીઠ, કણપીઠ, મડવર, દ્વારશાખા, સ્તંભે તથા કેશરાદિ, તિલકસાગરાદિ, ઋષભદ, ધિરાજ્યાદિ અને મેવદિ પ્રાસાદનાં શિખરો, મંડપ, સામરણ, મૂર્તિઓ અને પરિકરે વિગેરેના નકશાઓ આપવામાં આવેલા છે જેથી શિલ્પકળાના અભ્યાસીઓને આ ગ્રંથ ઘણે ઉપયોગી થઈ પડશે એટલું જ નહિ પરંતુ પ્રતિષ્ઠા કરાવનાર અને તિષીઓને પણ ઘણો ઉપયોગી છે, કેમકે કુંડની રચનાના નકશાઓ સહિત મુહૂર્ત જોવા માટે
જ્યોતિષના વિષયનું પણ સંપૂર્ણ વિવેચન ગ્રંથના ચૌદમા રત્નમાં આપવામાં આવેલું છે એટલે એકંદરે આ ગ્રંથ સ્થાપત્ય કળાના શિક્ષણ માટે સર્વથા ઉપગી બને એવી ચેજના રાખી કમવાર રચવામાં આવ્યું છે.
. શિલ્પશાસ્ત્રમાં દેવાલ અને મકાન વગેરે બનાવવામાં શરૂઆતથી અંત સુધી ઘણી સૂક્મ રીતે શુભાશુભને વિચાર કરી દેવાલય કે મકાન કેવી રીતે વધુ ઉત્તમ