________________
૧૪
સુંદર પ્રસાદે સર્વ રીતે કલ્યાણકારી હોય છે.
गीतनृत्यैश्च वादित्रै: प्रेक्षणीयैर्मनोहरैः । नानाध्वजपताकैश्च तोरणैश्च विभूषिताः ॥ पुरराजमजादीनां सर्वकालं तु शांतिदाः ।
નર્ધામાતે નવું જાણવાજાનાર છે. ગીત, નૃત્ય અને વાઘોથી નિત્ય ગુજયમાન, દર્શનીય અને મનહર નાના પ્રકારની ધ્વજાઓ, પતાકાઓ તથા તેરણોથી અલંકૃત પ્રાસાદે નગર, રાજા અને પ્રજા વગેરેને સર્વકાળ સુખ શાંતિ આપનારા, સર્વ કામનાઓને પુરનારા તથા નિત્ય કલ્યાણ કરનાર છે.”
સુંદર દેવાલય, ભવ્ય મહાલયે કઈ પણ દેશના ગરવ અને શોભાને વધારનારા છે. સુંદર દેવમંદિરે, મહેલે, બગીચાઓ, તલાવે, પ્રdલ્યાઓ અને કીર્તિસ્ત કરાવવા; એ નગરના અલંકાર છે. તેને લીધે નગરની શોભા વધે છે અને પ્રાણીમાત્રને વિશ્રાન્તિ મળે છે. એટલું જ નહિ પણ તેમાં ધાર્મિક પુરુષને વિજય અને કીતિ સમાયેલી છે. માટે રાજામહારાજાઓ અને સંગ્રહસ્થાએ પિતાના નગરમાં સુંદર દેવાલયે અને રાજપ્રાસાદ તેમજ સુંદર ગૃહો કુશળ અને શાસ્ત્રવિશારદ શિલ્પીઓને હાથે બંધાવવાં જોઈએ કારણ કે લક્ષમી ચંચલ હોવાથી તેનું રક્ષણ કરવા આપણે ગમે તેટલા ઉપાયે કરીએ તે પણ તે આપણા હાથમાંથી સરકી જશે. માટે તેના પહેરેગીર ન થતાં માલીક બની તેને સદુપયેગ કરે જોઈએ અને તેથી જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે સંસારમાં અક્ષય કીતિ પ્રાપ્ત થાય છે. અને આજે પણ આપણને પ્રત્યક્ષ પુરા જોવા મળે છે. જુઓ, ગિરિરાજ આબુ ઉપરના દેલવાડાના જૈન પ્રાસાદે. ત્યાંનું સુંદર કોતરણી કામ અને સુંદર કલામય બાંધણું જેમાં પશ્ચિમના ઇંજીનીયરે તથા યાત્રીઓ મુગ્ધ બની જાય છે અને મુક્તકંઠે પ્રશંસા કરે છે. આ પ્રાસાદે પ્રસિદ્ધ ચાલુક્ય વંશના રાજા ભીમદેવના સેનાધિપતિ વિમલદેવે તથા પ્રખ્યાત મહામંત્રીએ વસ્તુપાલ અને તેજપાલે બંધાવેલા છે. તેમજ ગુજરાતમાં સિદ્ધપુરમાં મૂળરાજ સોલંકીએ રૂદ્રમહાલય (રૂદ્રમાળ). શ્રીરાણકપુર (મારવાડ) માં શેઠ ધનાશા પિરવાડે શ્રીધરાણુવિહાર નામને અલૌકિક ચતુર્મુખ પ્રાસાદ અને અમદાવાદમાં શેઠ હઠીસીંગે બાવન જિનાલયે સાથેનું સુંદર દેવાલય બંધાવ્યું છે. જેથી આ ધાર્મિક પુરૂષની અમર કીતિ સુવર્ણ અક્ષરેએ ઇતિહાસમાં લખાયેલી છે અને હજારે યાત્રીઓ દર વર્ષ યાત્રાએ જઈ તેમના નામને અમર બનાવે છે. અનેક રાજામહારાજાઓ અને શેઠ શાહુકાર થઈ ગયા. તેઓ શક્તિસંપન્ન અને ધનાઢ્ય હતા પરંતુ લેભવૃત્તિને કારણે આવાં ધાર્મિક કાર્યો કરી શક્યા નહિ. જેને લીધે આજે તેમને કઈ યાદ પણ કરતું નથી.