________________
૧૦૦
શિલ્ય રત્નાકર [તૃતીય રત્ન अत ऊर्ध्वं दशहस्ते वृद्धिः स्यात्पञ्च चाङ्गला ॥ द्वयङ्गला च ततो वृद्धिर्यावत्पञ्चाशहस्तकम् ॥१४२॥ पृथुत्वश्च तदर्धन शुभं स्याच कलाधिके ।
द्राविडे द्वारविस्तारः प्रयुक्तो वास्तुवेदिभिः ॥१४॥
એક અજના પ્રાસાદને દ્વાર દશ (૧૦) આંગળ ઉચું કરવું અને પછી છ ગજ સુધી જે દશ આગળની વૃદ્ધિ કરવી. છ ગજથી દસ ગજ સુધી પાંચ (૫) અને દશથી પચાસ ગજ સુધી જે બે (૨) આગળની વૃદ્ધિ દ્વારમનની ઉંચાઈમાં કરવી.
ઉચાઈના અર્ધા ભાગે દ્વાર પહોળું કરવું અને શાભા માટે ઉંચાઇના સોળમા ભાગે પહોળાઈમાં વધારવું તે શુભ છે. વાસ્તુશાસ્ત્રના વેત્તાઓએ દ્રાવિડાદિ પ્રાસાદેમાં આ દ્વારમાન જેવું છે. ૧૧, ૧૪૩, ૧૪૩.
પરસ્પર દ્વારમાન કરવા વિષે विमाने भौमिजं मानं द्राविडेषु तथैव च ॥ मिश्रके लतिने चैव प्रशस्तं नागरोद्भवम् ॥१४४॥ विमाने नागरच्छन्दं कुर्याद्विभानपुष्पके ॥ सिंहावलोकने द्वारे नागरं शोभनं मतम् ॥१४॥ वल्भ्यादी भौमिजं मानं फांसागारेषु द्राविडम् ॥
धातुजे रत्नजे चैव दारुजे च रथारुहे ॥१४॥ વિમાનાદિ જાતિના પ્રાસાદને ભૂમિજાદિ પ્રાસાદેનું કારમાન કરવું તથા આ માન દ્રાવિડાદિ જાતિના પ્રાસાદમાં પણ કરવું. મિશ્રકાદિ તથા લતિનાદિ જાતિના પ્રાસાદને નાગરાદિ જાતિના પ્રાસાદનું દ્વારમાન કરવું પ્રશસ્ત છે., ૧૪૪.
વિમાનાદિ તથા વિમાનપુષ્પકાદિ જાતિના પ્રાસાને તેમજ સિંહાલેકનાદિ પ્રાસાદને નાગરાદિ છેદનું દ્વારમાન કરવું; કારણ કે નાગરાદિ દ્વારમાન પરમ શેભાયમાન અને પ્રશસ્ત માનેલું છે. ૧૪૫.
વલભ્યાદિ જાતિના ( ત્રીજાતિ) પ્રાસદને ભૂમિજાદિ દ્વારમાન કરવું અને ફાંસનાદિ (નપુંશક જાતિ) પ્રાસાદેને તથા સુવર્ણાદિ ધાતુ અને મણિમાણિક્યાદિ રત્નના પ્રાસાદેને તેમજ દાસજાદિ અને રથારૂહાદિ જાતિના પ્રાસાદને દ્રાવિડ દ્વારમાન કરવું. ૧૪૬.