________________
શિલ્પ રત્નાકર
[તૃતીય રત્ન
દશ (૧૦) ગજથી ઉપરાંતના પ્રાસાદ ભ્રમવાળા કરવા એટલે પ્રાસાદના આસાર પાલે કરી અંદર કવાની ભ્રમણી કરવી. તથા પ્રાસાદની પહેાળાઇના આઠમ, નવમાં અને દશમા ભાગે ભ્રમની ભિત્તિ જાડી કરવી. ૧૧૦.
たん
ભ્રમ વિનાના પ્રાસાદો કરવા વિષે.
षट्त्रिंशत्कराधस्ताद् यावद्धस्तचतुष्टयम् ॥ निरंधारा विना भ्रामैः कर्तव्याः शान्तिमिच्छता ॥ १११ ॥ શાંતિ ઇચ્છતા પુરૂષ છત્રીસ (૩૬) ગજથી ચાર (૪) ગજ સુધીના પ્રાસાદો નિરધાર ( વગર ભ્રમણીના ) કરવા. ૧૧૧,
ભ્રમભિત્તિમાન.
सभ्रमाद्दशमांशेन भित्तियुग्मे भ्रमन्तिका ॥
मध्यकोष्ठोद्भवा रेखा भ्रमतिभिः क्रमोद्गताः ॥ ११२ ॥ पञ्चमांशेन पृथुत्वं दशहस्तान्न मण्डुरम् || तृतीयांशेन विश्रान्तं हीनं कुर्यात्समुच्छ्रयम् ॥ ११३॥
ભ્રમવાળા પ્રાસાદને દિવાલની વચમાં પ્રાસાદની પહેાળાઇના પ્રમાણથી દશમા ભાગે ભ્રમણી કરવી અને ભ્રમણીના મધ્ય ભાગમાંથી ઉત્પન્ન થએલી રેખાએ ( ખાંચા ) ક્રમ પ્રમાણે સીધી ઉપર લઇ જવી.
ભ્રમની દિવાલ પ્રાસાદના પ્રમાણથી પાંચમા ભાગે જાડી કરવી અને ભ્રમણીને મંડોવર દશ ગજથી વધારે ઉંચા ( મોટામાં મોટા પ્રાસાદોને પણ) કરવે નહિ; પર'તુ ત્રીજા ભાગે વિશ્રાંત કરવા અર્થાત્ ઢાંકી મજલા પાડી અનુક્રમે નીચેથી ઉપરના મજલા થોડા થોડા અશે ( ઊંચાઇમાં ) નાના કરવા. ૧૧૨, ૧૧૩.
विशोर्ध्वन्तु शतार्धान्तं भद्रोदयप्रमाणतः ॥ एवं युक्तिर्विधातव्या प्रासादे परमोदये ॥११४॥
વીસ ગજથી પચાસ ગજ સુધીના પ્રાસાદોને ભદ્રની ઉચાઇના પ્રમાણે ભ્રમણીની ઉંચાઈ રાખવી. આ યુક્તિ મેટા પ્રમાણુના પ્રાસાદેની ભ્રમણના ઉદયમાં કરવી. ૧૧૪.
પ્રાસાદને ભ્રમ કરવા વિષે.
सभ्रमे सभ्रमं कुर्यान्निर्भ्रमे निर्भ्रमं तथा ।
अन्यथा कारयेद्यस्तु सदोषं भ्रमहीनकम् ॥ ११५ ॥