________________
તૃતીય રત્ન ]
મંડોવર.
अङ्गुलैकद्वित्रीणि वा गर्भगृहं यदायतम् ॥ यमचुली तदा नाम भर्तुर्गृहं विनाशकम् ॥ १०५ ॥
એક, બે અથવા ત્રણ આંગળ લાંબે ગભારો કરવામાં આવે તે યમન્ચુલ્લી નામને ગંભારે કહેવાય અને તે માલીકના વિનાશકર્તા છે. ૧૦૫.
मध्ये युगस्तंभच्छायं सुभद्रप्रतिभद्रकम् ॥ फालनी गर्भगृहं दोषदं गर्भमायतम् ॥१०६॥
1
23
T
ગભારાની અંદર (૪) ચાર સ્તંભ આખા અર્થાત્ ગભારો નાને! હાય તે ચાર ખૂણે પાવલા થાંભલા મૂકવા અને ઘુમટ વિગેરેથી ગભારા ઢાંકી દેવા તથા સુભદ્ર અને પ્રતિભદ્રયુક્ત ખાંચાવાળા ગભારા કરવે; કારણ કે લાંબે ગભારા દોષકર્તા છે. ૧૦૬.
दारुजे वलभीष्वेव आयतं च न दूषयेत् ॥
प्रशस्तं सर्वकार्येषु चतुरस्रं शुभप्रदम् ॥ १०७॥
દારૂજાદિ તથા વલભ્યાદિ જાતિના પ્રાસાદોમાં લાંબે ગભારો દોષકર્તા ગણાતા નથી પરંતુ બધી જાતિના પ્રાસાદેમાં ચારસો ગભારા સર્વ કાર્યમાં પ્રશસ્ત અને શુભકર્તા માનેલા છે. ૧૦૭.
પ્રાસાદની દિવાલની જાડાઇનુ પ્રમાણુ, इष्टकाकर्मसंयुक्ते भित्तिः पादे प्रकल्पयेत् ॥ पञ्चमांशे तथा सार्धे षडंशे चैव शैलजे ॥ १०८ ॥ दारुजे सप्तमांशे च सांधारे चाष्टमांशके ॥ धातुजे रत्नजे चैव भित्तिः स्यादशमांशके ॥ १०९ ॥
ઈંટોના પ્રાસાદને ચેાથા ભાગે, પાષાણના પ્રાસાદને પાંચમા, સાડા પાંચમા અથવા છઠ્ઠા ભાગે, દારૂજ એટલે લાકડાના પ્રાસાદને સાતમા ભાગે, સાંધારાદિ જાતિના પ્રાસાદને આઠમા ભાગે અને સુવર્ણાદિ ધાતુ તથા મણિ માણિયાત રત્નોના પ્રાસાદને દશમા ભાગે ભિત્તિ જાડી કરવી. ૧૦૮, ૧૦૯,
પ્રાસાદને ભ્રમણી કરવા વિષે,
दशहस्ताधिकेभ्यः स्यात् प्रासादो भ्रमसंयुतः ॥ नवाष्टदशभागैश्च भ्रमभित्तिर्विधीयते ॥ ११०॥